‘વિરાસત દર્શન’ : VNSGUના વિદ્યાર્થીઓ સુરતના પૌરાણિક મંદિરના અદભૂત સ્કેચિસ બનાવ્યા

‘વિરાસત દર્શન’ : VNSGUના વિદ્યાર્થીઓ સુરતના પૌરાણિક મંદિરના અદભૂત સ્કેચિસ બનાવ્યા

10/15/2022 Education

SidhiKhabar

SidhiKhabar

‘વિરાસત દર્શન’ : VNSGUના વિદ્યાર્થીઓ સુરતના પૌરાણિક મંદિરના અદભૂત સ્કેચિસ બનાવ્યા

સુરત : ભારતનો ભવ્ય સાંસ્કૃતિક વારસાનું આપણને સહુને ગૌરવ તો હોય જ, પણ એ સાથે જ આ વરસા વિષે દેશની આવનારી પેઢીઓ પણ માહિતગાર થાય એ અત્યંત જરૂરી છે. ભારતની સનાતન સંસ્કૃતિમાં મંદિરો એ માત્ર ધાર્મિક કેન્દ્રો જ નથી, બલકે સાંસ્કૃતિક વારસાના સમૃદ્ધ કેન્દ્રો પણ છે. કમનસીબે આજની યુવા પેઢી આ વારસાથી વિમુખ થતી જાય છે. આપણને આપણા જ શહેર કે વિસ્તારના મંદિરોમાં સચવાયેલ સદીઓ જૂના ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ નથી હોતો. જો ભવિષ્યમાં આ વારસાનું સંવર્ધન કરવું હશે, તો એને યુવા પેઢી સુધી પહોંચાડવો જ પડશે.


આ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના ફાઈન આર્ટસ વિભાગ દ્વારા તા. ૧૪-૧૦-૨૦૨૨ના રોજ એક નવીન શરૂઆત કરવામાં આવી છે, જેને પરિણામે ભવિષ્યના જવાબદાર નાગરિકો ગણાતા વિદ્યાર્થીઓ આ વારસાને સમજી શકે. આ આયોજન ફાઈન આર્ટસ વિભાગના કો-ઓર્ડીનેટર મેહુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. વર્કશોપના કો-ઓર્ડીનેટર દિપ્તી એ. બાટલાવાલાએ પણ એમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. આ વર્કશોપ દરમિયાન વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. કિશોરસિંહ એન. ચાવડા અને કુલસચિવ ડો. રમેશદાન સી. ગઢવીનું માર્ગદર્શન સતત મળ્યું હતું.


સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું કંતારેશ્વર મહાદેવનું મંદિર પૌરાણિક વારસો ધરાવે છે. આ મંદિરમાં જ વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજવામાં આવેલ હતો. વિદ્યાર્થીઓએ ગુરુઓના માર્ગદર્શન હેઠળ મંદિર વિષે જરૂરી સમજ મેળવી હતી, અને સ્કેચીસ બનાવ્યા હતા.


આ સમગ્ર કાર્યક્રમ ફોટોગ્રાફી, સ્કેચિંગ, ઇતિહાસ અને સ્થાનિક લોકો સાથે વાતચીત સાથે નિષ્ણાત માર્ગદર્શન કિનલ આર. પટેલદ્વારા હાથ ધરવામાં આવે છે. આ મંદિરનો જૂનો ઈતિહાસ છે અને તે હજુ પણ જૂના લાકડાના સ્થાપત્યથી ઘેરાયેલું છે.


આ વર્કશોપમાં વિભાગના ૬૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં તેમણે મંદિરની વાસ્તુકલા, ઈતિહાસ, આઈકોનોગ્રાફી ને ખુબ જ બારીકાઈથી જાણીને લાઈવ સ્કેચ બનાવ્યા હતા, જે ખૂબ આકર્ષક જણાતા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top