અજીબોગરીબ ચમત્કાર: પૃથ્વીથી 120 પ્રકાશ વર્ષ દૂર પ્રવાહી જળનો મહાસાગર ધરાવતો પહેલો પ્લેનેટ, જીવન

અજીબોગરીબ ચમત્કાર: પૃથ્વીથી 120 પ્રકાશ વર્ષ દૂર પ્રવાહી જળનો મહાસાગર ધરાવતો પહેલો પ્લેનેટ, જીવનની શક્યતા પણ ખરી

09/15/2023 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

અજીબોગરીબ ચમત્કાર: પૃથ્વીથી 120 પ્રકાશ વર્ષ દૂર પ્રવાહી જળનો મહાસાગર ધરાવતો પહેલો પ્લેનેટ, જીવન

અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડિમિનિસ્ટ્રેશન(નાસા)ના અત્યાર સુધીના સૌથી અત્યાધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે અનંત બ્રહ્માંડમાં પહેલી જ વખત પ્રવાહી જળ હોવાની પૂરી શક્યતા ધરાવતો એક્ઝોપ્લેનેટ શોધ્યો છે.


આ તારો કદમાં નાનો અને ઠંડો

આ તારો કદમાં નાનો અને ઠંડો

K-2-18B સંજ્ઞા ધરાવતો આ એક્ઝોપ્લેનેટ (આપણા સૂર્ય મંડળ બહારના ગ્રહને એક્ઝોપ્લેનેટ કહેવાય છે) પૃથ્વીથી 120 પ્રકાશ વર્ષ દૂરના અંતરે છે. K-2-18B ગ્રહ તેના પિતૃ તારા કે 2-18  ફરતે ગોળ ગોળ ફરે છે.આ તારો કદમાં નાનો અને ઠંડો પણ  છે.


K-2-18B એક્ઝોપ્લેનેટ પ્રવાહી જળથી ઘેરાયેલો છે

K-2-18B એક્ઝોપ્લેનેટ પ્રવાહી જળથી ઘેરાયેલો છે

નાસાનાં સૂત્રોએ ખુશી વ્યક્ત કરતાં એવી માહિતી આપી હતી કે અમારા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે  K-2-18B નામની સંજ્ઞાાવાળો  એક્ઝોપ્લેનેટ શોધ્યો છે તે અમારા અભ્યાસ મુજબ હાઇસિયન  એક્ઝોપ્લેનેટ છે.  ખગોળ શાસ્ત્રની ભાષામાં સમજીએ તો  જે  ગ્રહની  ધરતી(સપાટી) ચારે તરફથી જળથી ઘેરાયેલી હોય તેને હાઇસિયન એક્ઝોપ્લેનેટ કહેવાય છે. આ એક્ઝોપ્લેનેટ આખો  મહાસાગરથી ઘેરાયેલો છે.  આપણી પૃથ્વી પણ ત્રણ બાજુએથી પ્રવાહી પાણીથી ઘેરાયેલી છે પણ તેમાં જુદા જુદા ખંડ અને ધરતી છે. પૃથ્વીનો આખો વિશાળ ગોળો ફક્ત અને ફક્ત મહાસાગરના  પાણીથી ઘેરાયેલો નથી.


નવો ગ્રહ જીવન પાંગરવાની શક્યતાવાળા ઝોનમાં છે : લક્ષણો પૃથ્વીના વાતાવરણ જેવાં

ઉપરાંત K-2-18B ની વિશિષ્ટતા એ પણ છે કે તેના વાતાવરણમાં કાર્બનયુક્ત સુક્ષ્મ કણો, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ છે. સાથોસાથ તેના વાતાવરણમાં હાઇડ્રોજન પણ ભરપૂર હોવાની સંભાવના છે. આ અનોખો એક્ઝોપ્લનેટ તેના પિતૃ તારા K-2-18 થી હેબિટેબલ ઝોન(જીવન પાંગરવાની શક્યતા ધરાવતો વિસ્તાર)માં છે.ઉપરાંત, આ નવો એક્ઝોપ્લેનેટ પૃથ્વી કરતાં આઠ ગણો વધુ મોટો પણ  છે.


પૃથ્વી સૂર્યથી હેબિટેબલ ઝોનમાં છે

પૃથ્વી સૂર્યથી હેબિટેબલ ઝોનમાં છે

આપણી પૃથ્વી તેના પિતૃ તારા સૂર્ય (બ્રહ્માંડના દરેક તારાને સૂર્ય કહેવાય)થી હેબિટેબલ ઝોનમાં હોવાથી અહીં જીવન પાંગર્યું છે.  સૂર્યથી પૃથ્વી વચ્ચે ૧૫ કરોડ કિલોમીટરનું અંતર છે. ખગોળશાસ્ત્રના  નિયમ મુજબ  કોઇપણ તારાથી તેના ગ્રહનું અંતર ૧૫ કરોડ કિલોમીટર હોય તો તેને હેબિટેબલ ઝોન કહેવાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top