'2025ના અંત સુધીમાં હવામાં જોવા મળશે ઉડતી કાર..', કારની ખાસિયત શું છે? કેટલી કિંમતમાં ખરીદી શકશ

'2025ના અંત સુધીમાં હવામાં જોવા મળશે ઉડતી કાર..', કારની ખાસિયત શું છે? કેટલી કિંમતમાં ખરીદી શકશો?જાણો પૂરી માહિતી

01/11/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

'2025ના અંત સુધીમાં હવામાં જોવા મળશે ઉડતી કાર..', કારની ખાસિયત શું છે? કેટલી કિંમતમાં ખરીદી શકશ

ગાંધીનગરમાં ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો હાલ ચાલી રહ્યો છે. જેમાં આ ટ્રેડ શોમાં એક ઉડતી કાર આકર્ષણનું કેન્દ્ર બની છે. જેને લઇને હવે ઉડતી કાર ચર્ચાનો વિષય બની રહી છે,ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે વર્ષ 2025 એટલે કે એક વર્ષ પછી જ આકાશમાં ઉડતી કાર જોવા મળી શકશે. આ કાર માટે પ્રિ-બૂકિંગ પણ શરુ થઇ ગયુ છે.


આટલી કિંમતમાં ખરીદી શકશો

આટલી  કિંમતમાં ખરીદી શકશો

અલેફ એરોનોટિક્સ એ કેલિફોર્નિયા સ્થિત ‘સસ્ટેનેબલ’ ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટેશન કંપની છે, જેની રચના 2015માં વિશ્વની પ્રથમ ઉડતી કાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. સાત વર્ષ પછી કંપનીએ ગયા વર્ષે ઑક્ટોબરમાં ફ્લાઇંગ કારના પ્રથમ પ્રોટોટાઇપનું અનાવરણ કર્યું હતું. તે 2025ના અંતમાં ટેક-ઓફ માટે તૈયાર થઈ જશે.અલેફ એરોનોટિક્સ દ્વારા બનાવવામાં આવેલી સંપૂર્ણ ઇલેક્ટ્રિક કારની કિંમત 2,48,93,250 રુપિયાની આસપાસ છે અને તે હવે પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.


આ કારની ખાસિયત એ છે કે

આ કારની ખાસિયત એ છે કે

વર્ષ 2025માં બજારમાં આ ઉડતી કાર લોન્ચ થઈ શકે છે. એલેફ મોડલ Aને હવે યુએસ સરકાર દ્વારા ઉડાન ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે. કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં ચાર વર્ષ માટે તેનું ટેસ્ટ ફ્લાઈંગ કરવામાં આવ્યુ હતુ.તેનું નામ’મોડલ A’ આપવામાં આવ્યુ છે. આ ઉડતી કારમાં એક કે બે મુસાફરો સવાર થઇ શકશે અને ડ્રાઈવરોને જાહેર રસ્તાઓ અને વર્ટિકલ ટેકઓફ પર તેનો ઉપયોગ કરવાની તક મળશે. આ પ્રથમ કાર 200 માઇલની રેન્જ અને 110 માઇલની ફ્લાઇટ ચલાવી શકે છે.


રોડ પર પણ ચાલી શકશે આ કાર

રોડ પર પણ ચાલી શકશે આ કાર

અલેફ ‘મોડલ A’ને રસ્તા પર ચલાવી શકાય છે, જ્યારે તેનો ઉપયોગ ટ્રાફિકમાં હવામાં ઉડીને જવા માટે પણ થઈ શકે છે. આ વાહનની ડ્રાઇવિંગ રેન્જ 200 માઇલ (322 કિમી) અને 110 માઇલ (177 કિમી)ની ફ્લાઇંગ રેન્જ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અલેફ ફ્લાઈંગ કારને યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) તરફથી સ્પેશિયલ એરવર્થિનેસ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે


US સરકાર તરફથી કાનૂની મંજૂરી

US સરકાર તરફથી કાનૂની મંજૂરી

આ પ્રકારના વાહનને પ્રથમ વખત યુ.એસ. સરકાર તરફથી ઉડ્ડયન માટે કાનૂની મંજૂરી મળી છે.FAA હાલમાં ઇલેક્ટ્રિકલ વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ (eVTOL) વાહનો માટેની તેની નીતિઓ પર કામ કરી રહ્યું છે, જ્યારે eVTOL અને ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓનું સંચાલન પણ કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top