IND Vs England Test Series: ‘ગોયેન્કા સાહેબ જોઈ તો રહ્યા છો ને આ 27 કરોડના શૉટ..’, રિષભ પંતની ફિફ્ટી જોઈને ફેન્સ અપાવી રહ્યા છે યાદ
IND Vs England Test Series: ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે રિષભ પંતે શાનદાર અડધી સદી ફટકારી હતી. તે હજી પણ ક્રીઝ પર છે અને બીજા દિવસે રમત શરૂ કરશે. IPLમાં ખરાબ રીતે નિષ્ફળ રહેલો પંત ટેસ્ટ મેચમાંશાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ શાનદાર ઇનિંગ વચ્ચે ચાહકોએ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના માલિક સંજીવ ગોયેન્કાને આદેહાથ લઈ લીધા છે. જેમણે IPLમાં પંતને ખરીદવા માટે 27 કરોડ ખર્ચ કર્યા હતા.
રિષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે ઇંગ્લેન્ડના બોલરોના બોલ પર શોટ મારી રહ્યો છે. એક યુઝરે તેના પર ટિપ્પણી કરતાં લખ્યું કે, ‘ગોયેન્કા સાહેબ જોઈ રહ્યા છો ને, આ 27 કરોડનો શોટ ક્યાં રમાઈ રહ્યો છે.’ તેમાં કોઈ શંકા નથી કે ચાહકની આ ટિપ્પણી IPL સાથે જોડાયેલી છે. વાસ્તવમાં શું આ એ જ પંત છે જેને સંજીવ ગોયેન્કાએ IPLમાં 27 કરોડમાં ખરીદ્યો હતો?
ટીમના માલિક સંજીવ ગોયેન્કાએ કેપ્ટન રિષભ પંત પર મોટી અપેક્ષાઓ સાથે 27 કરોડની ઊંચી બોલી લગાવી હતી. પંતની આ સિઝન તેમના IPL કારકિર્દીનું સૌથી ખરાબ વર્ષ હતું. તે 14 મેચની 14 ઇનિંગ્સમાં માત્ર 202 રન જ બનાવી શક્યો હતો. તે લખનૌ સુપરજાયન્ટ્સને પ્લેઓફ માટે ક્વોલિફાય પણ કરાવી શક્યો નહતો.
ભારતીય ટીમે શુક્રવારે અહીં ઇંગ્લેન્ડ સામે 5 મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સ્ટમ્પ સુધી 3 વિકેટે ગુમાવીને 359 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન શુભમન ગિલના અણનમ 127 રન અને યશસ્વી જયસ્વાલના 101 રનનો સમાવેશ થાય છે. દિવસની રમતના અંત સુધીમાં, વાઇસ કેપ્ટન ગિલ સાથે અને વિકેટકીપર ઋષભ પંત ૬૫ રન બનાવીને ક્રિઝ રહ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp