વારાણસી: હુક્કાબારમાં જવું ભારે પડ્યું! એક યુવતી ઉપર 23 નરાધમોએ...! સતત સાત દિવસ સુધી ચાલતો રહ્

વારાણસી: હુક્કાબારમાં જવું ભારે પડ્યું! એક યુવતી ઉપર 23 નરાધમોએ...! સતત સાત દિવસ સુધી ચાલતો રહ્યો કુકર્મનો ખેલ!

04/08/2025 National

SidhiKhabar

SidhiKhabar

વારાણસી: હુક્કાબારમાં જવું ભારે પડ્યું! એક યુવતી ઉપર 23 નરાધમોએ...! સતત સાત દિવસ સુધી ચાલતો રહ્

વારાણસી: યુવા પેઢી, ખાસ કરીને તરુણો વધુને વધુ પ્રમાણમાં હુક્કાબારને રવાડે ચડતા જાય છે. જેના દુષ્પરિણામો પણ દેખાવા માંડ્યા છે. આવી જ એક ઘટના વારાણસીથી સામે આવી છે, જેમાં એક યુવતી પર સંખ્યાબંધ લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આમાંના અડધોઅડધ લોકોને તો યુવતી ઓળખતી સુધ્ધાં નથી.


એક યુવતી પર 23 નરાધમોએ…

એક યુવતી પર 23 નરાધમોએ…

ઉત્તરપ્રદેશના વારાણસીની ઘટનાએ લોકોમાં ભારે રોષ પેદા કર્યો છે. અહીં બારમા ધોરણમાં ભણતી 19 વર્ષની યુવતીને મિત્ર સાથે હુક્કાબારમાં જવાનું ભારે પડી ગયું હતું. ઘટનાની પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત 29 માર્ચે 19 વર્ષની એક યુવતી પોતાના એક પુરુષમિત્ર સાથે હુક્કાબારમાં ગઈ હતી. અહીં બીજા પણ કેટલાક પુરુષો આવી ચડ્યા હતા. એ પછી કોઈક રીતે યુવતીને કોલ્ડડ્રિંક દ્વારા નશીલો પદાર્થ અપાયો હતો. યુવતી ભાન ગુમાવી બેઠી, એ પછી પેલા પુરુષોએ એના પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહિ પણ યુવતીને એકઠી બીજી હોટેલ્સમાં ફેરવતા રહ્યા હતા. આઘાતજનક બાબત એ છે કે આ સીલસીલો આશરે એક અઠવાડિયા સુધી ચાલતો રહ્યો! એ પછી પરિવારની ફરિયાદના આધારે 4 એપ્રિલે પોલીસે યુવતીને શોધી કાઢી હતી. જો કે પરિવારે સામુહિક દુષ્કર્મની ફરિયાદ 6 એપ્રિલે નોંધાવી હતી.

આ સાત દિવસના ગાળામાં ફૂલ 23 જેટલા નરાધમોએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનું કહેવાઈ રહ્યું છે. આ પૈકી 11 તો એવા છે, જેને યુવતી ઓળખતી ય નહોતી. નરાધમોએ યુવતીનો આપત્તિજનક વિડીયો પણ ઉતાર્યો હોવાનું કહેવાય છે. યુવતીના પિતાની તબિયત તેની હાલત જોઈને બગડી ગઈ હતી. આ ઘટનાએ ઉત્તર પ્રદેશમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા કર્યા છે.


શું કહે છે સ્થાનિક પોલીસ વિભાગ?

શું કહે છે સ્થાનિક પોલીસ વિભાગ?

આ ઘટનાએ સમાજમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે. આ ઘટનામાં સ્થાનિક પોલીસે એક ડઝન નામજોગ અને 11 અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. રાજ વિશ્વનાથ, સમીર, આયુષ, સોહિલ, ડેનિશ, અનમોલ, સાજીદ, ઝાહિર, ઈમરાન, અમાન અને રાજ ખાન નામે આરોપીઓની ઓળખ થઇ છે. આ પૈકી છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

વિસ્તારના ડીસીપી ચંદ્રકાંત મીનાએ મીડિયાને જણાવ્યું હતું કે યુવતી પોતાની મરજીથી પુરુષ મિત્ર સાથે હુક્કાબારમાં ગઈ હતી. પણ ત્યાર બાદ એ ઘરે પાછી નહોતી ફરી. પરિણામે યુવતીના પરિવારે 4 એપ્રિલે પોલીસમાં મિસિંગ રિપોર્ટ લખાવ્યો હતો. એ પછી પોલીસે હુક્કાબારના સ્ટાફની પુછપરછ કરીને તેમજ સીસીટીવી ચેક કરીને યુવતીને શોધી કાઢી હતી. જો કે યુવતીના પરિવારે બે દિવસ પછી, એટલ કે 6 એપ્રિલે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ કાયદેસરની ધારાઓ મુજબ આગળની કાર્યવાહી કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top