ધોરણ 10-12 પાસ માટે સરકારી નોકરીઓમાં સુવર્ણ તક, જાણો અરજી કરવાની રીત

ધોરણ 10-12 પાસ માટે સરકારી નોકરીઓમાં સુવર્ણ તક, જાણો અરજી કરવાની રીત

06/15/2022 Education

SidhiKhabar

SidhiKhabar

ધોરણ 10-12 પાસ માટે સરકારી નોકરીઓમાં સુવર્ણ તક, જાણો અરજી કરવાની રીત

ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેરોજગારોની કોઈ કમી નથી, લોકોને સરકારી નોકરીની ખૂબ જ ચાહના હોય છે. પરંતુ સરકારી નોકરી સરળતાથી મળતી નખી. હાલમાં 10 પાસથી ગ્રેજ્યુએશન સુધી નોકરી શોધનારાઓની કોઈ કમી નથી. એવામાં, અમે તમારા માટે એક એવા સમાચાર લાવ્યા છીએ જેમાં તમને ન માત્ર નવી નોકરી વિશે જાણવા મળશે, પરંતુ તમને તે સરકારી નોકરીઓ વિશે પણ સચોટ માહિતી મળશે જેની છેલ્લી તારીખ નજીક છે.


ધોરણ. 10-12 પછી અહીં સરકારી નોકરીઓ :

ITBP Recruitment-

દેશના આ સુરક્ષા દળમાં ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 12મું પાસ લાયકાત ધરાવતા હોવા જોઈએ. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ એટલે કે ITBP/ITBP દ્વારા 200 થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. 


આ ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા 1 જાન્યુઆરી, 2022 ના રોજ લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 25 વર્ષ હોવી જોઈએ. આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 12મું પાસ લાયકાત ધરાવતા હોવા જોઈએ.


ITBP ભરતી :

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ભરતી 2022 માટે ઉમેદવારોની પસંદગી PET, PST, લેખિત કસોટી, સ્કિલ ટેસ્ટ અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ભરતી 2022 માટે કુલ ખાલી જગ્યાઓની સંખ્યા 248 છે. ભરતી દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવશે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે. 


અરજી કરવાની છેલ્લી તારીખ 7મી જુલાઈ, 2022 છે. આ ભરતીમાં હાજર થવા ઈચ્છુક તમામ ઉમેદવારો ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સની સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.in પર જઈને અરજી કરી શકે છે.


UCIL એપ્રેન્ટિસ ભરતી 2022 :

ભારત સરકાર હેઠળની જાહેર ક્ષેત્રની કંપનીમાં નોકરીઓની ભરતી નીકળી છે. યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL) એ વિવિધ સરકારી સંસ્થાઓમાં એપ્રેન્ટિસના પદ માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અહીં માઇનિંગ મેટની પોસ્ટ માટે અરજદારની શૈક્ષણિક લાયકાત ઈન્ટરમીડિયએટ પાસ હોવી જોઈએ. જ્યારે, બ્લાસ્ટર પોસ્ટ માટે અરજદાર ઉમેદવાર ઓછામાં ઓછો 10મું પાસ હોવો જોઈએ. જ્યારે વિન્ડિંગ એન્જિન ડ્રાઈવરની જગ્યા માટે અરજદાર ઉમેદવાર 10મું પાસ હોવું જોઈએ. 


UCIL એપ્રેન્ટિસ ભરતી 2022 માટે ઉમેદવારોની પસંદગી લેખિત અને ઇન્ટરવ્યુ પર આધારિત હશે. UCIL ની ભરતી માટે ઑફલાઇન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જો કે તેની છેલ્લી તારીખ હવે નજીક છે. ટ્રેઇની માઇનિંગ મેટ માટે 80 અને ટ્રેઇની બ્લાસ્ટર જોબ માટે 20 જગ્યાઓ ખાલી છે. એ જ રીતે એન્જિન ડ્રાઈવર પોસ્ટ માટે 30 જગ્યાઓ ખાલી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top