ગુજરાત બોર્ડ ધોરણ ૧૦નું પરિણામ જાહેર, પણ માત્ર શાળાઓ જ જોઈ શકશે

ગુજરાત બોર્ડ ધોરણ ૧૦નું પરિણામ જાહેર, પણ માત્ર શાળાઓ જ જોઈ શકશે

06/29/2021 Education

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત બોર્ડ ધોરણ ૧૦નું પરિણામ જાહેર, પણ માત્ર શાળાઓ જ જોઈ શકશે

ગાંધીનગર: રાજ્યમાં સરકારે આ વર્ષે કોરોના મહામારીને કારણે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ત્યારબાદ ફોર્મ્યુલા નક્કી કરી પરિણામ તૈયાર કરી દીધા છે. આ પરિણામ આજે રાત્રે ૮ વાગ્યાથી જાહેર કરી દેવામાં આવશે. જોકે, આ પરિણામ વિદ્યાર્થી જોઈ શકશે નહીં, શાળાઓએ વિદ્યાર્થીને તેમના પરિણામ અંગે જાણ કરવાની રહેશે.

માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે

ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓના પરિણામ માત્ર શાળાઓ જ જોઈ શકશે. આજે રાત્રે ૮ વાગ્યાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અધિકારીક વેબસાઈટ gseb.org ઉપર શાળાઓ આ પરિણામ જોઈ શકશે. નોંધાયેલ માધ્યમિક શાળાઓ તેમના ઇન્ડેક્સ નંબરના આધારે પરિણામો જોઈ શકશે. જે-તે વિદ્યાર્થીને તેમનું પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાઓની જ રહેશે.

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શાળાઓ તેમની શાળાનું પરિણામ ઇન્ડેક્સ નંબર પરથી લોગિન કરી ડાઉનલોડ કરી શકશે તથા જોઈ શકશે. શાળાએ વિદ્યાર્થીને ગુણપત્રની નકલ આપવાની રહેશે અને તેના પરિણામની જાણ કરવાની રહેશે. તેમજ સંસ્કૃત પ્રથમ ભાષા હોય તેવા વિદ્યાર્થીઓનું પરિણામ પહેલી જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. આ સિવાયના તમામ વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

દર વર્ષે ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ નું પરિણામ સવારે જાહેર કરવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓ તેમના બેઠક નંબર અને અન્ય માહિતીના આધારે સીધા જ બોર્ડની વેબસાઈટ ઉપરથી પરિણામ જોઈ શકે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શાળામાંથી તેમની માર્કશીટ મેળવી લેવાની રહે છે. પરંતુ આ વર્ષે નિયમોમાં બદલાવ આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top