ગુજરાત સરકારનો બોટિંગ એક્ટિવિટી પર મોટો નિર્ણય, આ કામ ફરજિયાત બન્યું

ગુજરાત સરકારનો બોટિંગ એક્ટિવિટી પર મોટો નિર્ણય, આ કામ ફરજિયાત બન્યું

12/14/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત સરકારનો બોટિંગ એક્ટિવિટી પર મોટો નિર્ણય, આ કામ ફરજિયાત બન્યું

Gujarat Government Big Decision For Boating Activity: ગુજરાત મેરીટાઇમ બોર્ડે રાજ્યમાં બોટિંગ પ્રવૃત્તિઓમાં સુરક્ષા માટે 'ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ રૂલ્સ, 2024'ની જાહેર કર્યા છે. જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડે યાદીમાં જણાવ્યું છે કે રાજ્યમાં પ્લેઝર ક્રાફ્ટ/નાવના સંચાલન માટે રજીસ્ટ્રેશન, સર્વે, મંજૂરી અને આંતરદેશીય જળમાર્ગો પર સંચાલિત બોટોના નિયમન માટે વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.


નાવની નોંધણી ફરજિયાત

નાવની નોંધણી ફરજિયાત

રાજ્યના તમામ પ્લેઝર ક્રાફ્ટ/નાવ માલિકોએ ફરજિયાતપણે તેમની નાવ સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરીમાં નોંધણી કરાવવાની રહેશે. નાવની નોંધણી બાદ ગુજરાત મેરીટાઇમ બોર્ડના સર્વેયર દ્વારા બોટનું સર્વેક્ષણ કરવામાં આવશે. નાવ ચલાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા મ્યુનિસિપલ કમિશનર પાસેથી પરમિટની જરૂર પડે છે.

અત્રે નોંધનીય છે કે પ્લેઝર ક્રાફ્ટ/બોટના માલિકોએ પ્રક્રિયા મુજબ નિયત ફોર્મમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ નાવ માલિક આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને નાવને ગેરકાયદેસર ગણવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top