રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, હજુ બે દિવસ આ વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી

રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, હજુ બે દિવસ આ વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી

01/11/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, હજુ બે દિવસ આ વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી

ગુજરાત ડેસ્ક: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસોથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે. અમદાવાદ સહિતનાં ઘણાં શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડીગ્રીથી પણ નીચે આવી ગયો હતો. અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 9.1 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 7.1 ડીગ્રીએ પહોંચી ગયો હતો. આગામી 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં 10 ડીગ્રી સુધી લઘુતમ તાપમાન રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

આજે આ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છના વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. વધુ વિગતો જોઈએ તો, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નલિયા, રાજકોટ, કેશોદ, કંડલા એરપોર્ટ અને મહુવામા લઘુતમ તાપમાનના પોરો 10 ડીગ્રીથી નીચે આવી ગયો હતો. આ સિવાય ભુજ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 10 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડું શહેર રહ્યું હતું. 

હવામાન વિભાગે સતત બે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે. કોલ્ડવેવની અસરથી તાવ અને શરદીના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકોને તકલીફ થવાની પણ ચેતવણી આપી છે. 

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વિભાગના કહેવા અનુસાર, 'આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેને કારણે યલો એલર્ટ રહેશે. જોકે બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં 3 ડીગ્રીનો વધારો નોંધાશે.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી હાડ થિજાવતી ઠંડી અનુભવાઈ રહી છે. સોમવારે પણ લઘુતમ તાપમાન 1 ડીગ્રી સુધી ઘટ્યું હતું. સતત બીજા દિવસે 10 ડીગ્રીથી નીચા તાપમાનને લઇ વાતવરણ ઠંડુંગાર બન્યું છે. ઉત્તર ગુજરાતમાં સોમવારે ઠંડી 1 ડીગ્રી સુધી ઘટતાં 8.2 ડીગ્રી સાથે પાટણ સૌથી ઠંડું રહ્યું હતું. બીજી બાજુ દિવસનું તાપમાન ત્રણેક ડીગ્રી વધ્યું હતું. 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top