ઇઝરાયેલની એર સ્ટ્રાઈકમાં મૃત્યુ પામેલા પોતાના પુત્રો અને પૌત્રો અંગે હમાસના નેતાએ કહ્યું- મારા

ઇઝરાયેલની એર સ્ટ્રાઈકમાં મૃત્યુ પામેલા પોતાના પુત્રો અને પૌત્રો અંગે હમાસના નેતાએ કહ્યું- મારા પુત્રોનુ લોહી પોતાના લોકોથી વધારે ...., જાણો સમગ્ર વાત

04/11/2024 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

ઇઝરાયેલની એર સ્ટ્રાઈકમાં મૃત્યુ પામેલા પોતાના પુત્રો અને પૌત્રો અંગે હમાસના નેતાએ કહ્યું- મારા

ઈઝરાયલે ગાઝામાં કરેલી એર સ્ટ્રાઈકમાં હમાસના નેતા અને અબજોપતિ ઈસ્માઈલ હનિયેહના ત્રણ પુત્રોના મોત થયા છે. અને તેમના એક પૌત્ર તેમજ ત્રણ પૌત્રીઓ પણ તેમાં મોતને ભેટ્યા છે. હમાસના કહેવા પ્રમાણે તે ગાઝા શહેરના એક કેમ્પ તરફ જઈ રહેલી તેમની કાર પર ઈઝરાયલના બોમ્બ ઝીંકાયા હતા. જેમાં હનિયેહના ત્રણ પુત્રો હજેમ, અમીર તેમજ મહોમ્મદના મોત થયા હતા. IDF અને શિન બેટે પાછળથી ત્રણ લોકોની હત્યાની પુષ્ટિ કરી અને કહ્યું કે, તેઓ આતંકવાદી જૂથના સભ્યો હતા. અમીર હમાસની લશ્કરી પાંખમાં ટુકડી કમાન્ડર હતો, જ્યારે હાજેમ અને મહોમ્મદ  લશ્કરી પાંખમાં નીચલા સ્તરના કામદારો હતા.


મારા પુત્રોનુ લોહી મારા પોતાના લોકોથી વધારે વ્હાલુ નથી

મારા પુત્રોનુ લોહી મારા પોતાના લોકોથી વધારે વ્હાલુ નથી

IDFએ જણાવ્યું હતું કે, ત્રણેય મધ્ય ગાઝા વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. દરમિયાન હમાસના નેતા ઇસ્માઈલ હાનિયાએ ઇઝરાયેલ પર બદલો લેવાની ભાવનાથી તેના ત્રણ પુત્રોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. હમાસના નેતા હનિયેહે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યુ હતું કે, ઈશ્વરનો હું આભારી છું કે મારા પુત્રોને જેરુસલેમ અને અલ-અક્સા મસ્જિદને મુક્ત કરાવવાની રાહ પર શહીદ થવાનુ સન્માન આપ્યુ.

એક ઈન્ટરવ્યૂમાં હનિયેહે સોગંદ લેતા કહ્યું હતું કે, હમાસ સરેન્ડર નહીં કરે અને આ પ્રકારની કાર્યવાહીથી હમાસની જે માંગણીઓ છે તે બદલાશે નહીં. અમને અમારા રસ્તા પર આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મારા પુત્રોનુ મોત મારા લોકોના ભવિષ્ય અને સ્વતંત્રતાની આશા સમાન છે. અમારી માંગણીઓ સ્પષ્ટ છે. તેમાં અમે કોઈ ફેરફાર કરવાના નથી. ઈઝરાયલ જો એમ વિચારતુ હોય કે, મારા પુત્રોને ટાર્ગેટ કરીને તે હમાસને પોતાનુ વલણ બદલવા માટે મજબૂર કરશે તો તે ભૂલ કરી રહ્યુ છે. મારા પુત્રોનુ લોહી મારા પોતાના લોકોથી વધારે વ્હાલુ નથી.


ઈઝરાયલના એક લશ્કરી અધિકારીએ પહેલા મંજૂરી આપી

ઈઝરાયલના એક લશ્કરી અધિકારીએ પહેલા મંજૂરી આપી

આ દરમિયાન ઈઝરાયલનુ કહેવુ છે કે, તેમના પર હવાઈ હુમલાની યોજનાને ઈઝરાયલના એક લશ્કરી અધિકારીએ પહેલા મંજૂરી આપી હતી અને એ પછી એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. મહત્તવની વાત એ છે કે, આટલો સંવેદનશીલ નિર્ણય લેતા પહેલા પીએમ નેતાન્યાહૂ અને સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટને પણ તેની જાણકારી નહોતી અપાઈ. ત્યારે હવે જાણકારોનુ માનવુ છે કે, આ હુમલા બાદ હવે હમાસ અને ઈઝરાયલ વચ્ચેનો જંગ ક્યાં જઈને રોકાશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. યુધ્ધ વિરામની શક્યતાઓને પણ તેના કારણે ફટકો પડયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top