કોલકાતા ટ્રેઈની ડૉક્ટર રેપ-મર્ડર કેસમાં CBI તપાસના આદેશ! આરોપીએ ચાર લગ્ન કર્યા છે, મોબાઈલમાં છે

કોલકાતા ટ્રેઈની ડૉક્ટર રેપ-મર્ડર કેસમાં CBI તપાસના આદેશ! આરોપીએ ચાર લગ્ન કર્યા છે, મોબાઈલમાં છે પોર્ન કન્ટેન્ટનો ઢગલો!

08/13/2024 National

SidhiKhabar

SidhiKhabar

કોલકાતા ટ્રેઈની ડૉક્ટર રેપ-મર્ડર કેસમાં CBI તપાસના આદેશ! આરોપીએ ચાર લગ્ન કર્યા છે, મોબાઈલમાં છે

સમગ્ર દેશમાં હાલ ચર્ચાસ્પદ બનેલા કોલકાતા ટ્રેઈની ડૉક્ટર રેપ-મર્ડર કેસમાં હાઈકોર્ટે CBI તપાસના આદેશ આપ્યા છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં એક ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી બર્બરતાએ દરેકને હચમચાવી મૂક્યા છે. પોલીસે આ મામલે દુષ્કર્મનો કેસ નોંધ્યો અને સીસીટીવીના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. લેડી ડૉક્ટર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં બેભાન હાલતમાં મળી હતી.


લેડી ડોક્ટરને બંને આંખોમાંથી પણ લોહી વહી રહ્યું હતું!

લેડી ડોક્ટરને બંને આંખોમાંથી પણ લોહી વહી રહ્યું હતું!

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેની બંને આંખો અને મોઢામાંથી લોહી વહી રહ્યું હતું, ચહેરા અને નખ પર ઈજા હતી. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી વહી રહ્યું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણો હાથ અને હોઠ પર પણ ઈજા હતી. બે મહિલા સાક્ષી અને મહિલાની માતા પોસ્ટમોર્ટમ દરમિયાન હાજર હતાં, જેને કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યુ. કોલકાતા પોલીસના એક અન્ય વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ગુનો સવારે 3થી 6 વાગ્યાની વચ્ચે થયો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીડિતાના માતા-પિતા સાથે વાત કરી છે. પરિવારે તેમને મામલાની નિષ્પક્ષ તપાસની વિનંતી કરી હતી.


દારુ અને પોર્ન જોવાની લતને કારણે આ બન્યું!

દારુ અને પોર્ન જોવાની લતને કારણે આ બન્યું!

આરોપી સંજય રોય રાજ્યના પોલીસ કલ્યાણ બોર્ડમાં સહાયક છે. તેને દારુ પીવાની અને પોર્ન જોવાની લત લાગી ગઈ હતી. ઘટના બની એ પહેલા આરોપીએ દારુ પીધા પછી પોર્ન વિડીયોઝ જોયા હતા. જેની અસર હેઠળ એણે ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર કર્યો હતો. આરોપીના અગાઉ ત્રણ વખત લગ્ન થયા છે. પણ ત્રણેય પત્નીઓ એને છોડીને ચાલી ગઈ હતી. એ પછી ચોથા લગ્ન જેની સાથે થયા એ સ્ત્રી કેન્સરની બીમારીને કારણે મૃત્યુ પામી. કોઈક કારણોસર આ આરોપીને હોસ્પિટલમાં ગમે તે સમયે બેરોકટોક આવવા-જવાની પરમિશન મળી હતી.

FAIMA (ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન) એ મંગળવાર, 13 ઓગસ્ટથી દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. જેમાં દેશભરમાં ઓપીડી સેવાઓ બંધ રાખવા જણાવાયું હતું. જો કે આ પહેલા FORDA (ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન)એ પણ દેશભરમાં હડતાળ પાડવાની જાહેરાત કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top