પકડાઈ ગઇ પાઉંડરથી પાકવેલી 7 ટન કરતા વધારે કેરી, જાણો તેને ખાવાથી સ્વાસ્થ્ય પર શું થઇ શકે છે અસર?
ગરમીના આ વાતાવરણમાં જો બજાર જશો તો તમને ચારે તરફ કેરીની લારી જ નજરે પડશે. આ લારીઓ પર રાખેલી કેરીઓ એટલી સુંદર હોય છે કે દરેકને ખરીદવાનું મન થઈ જાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સુંદર અને ફ્રેશ દેખાતી કેરી છે તે પાઉંડરથી પાકવેલી પણ હોય શકે છે. ઉલ્લેખનીય છે કે તામિલનાડુમાં ખાદ્ય સુરક્ષા વિભાગે એક ગોદામમાં લગભગ 7.5 ટન પાઉંડરથી પાકવેલી કેરી જપ્ત કરી છે. હવે સવાલ એ ઉઠે છે કે આખરે આ કેરીને કેવી રીતે પકવવામાં આવે છે અને જો કોઈ તેને ખાઈ લેવાય તો શું થશે?
કેલ્શિયમ કાર્બાઈડ સરળતાથી બજારમાં મળી જાય છે, જેને લોકો હાર્ડવેરની દુકાન પરથી પણ ખરીદી શકે છે. તે એક પ્રકારે પથ્થર જેવો હોય છે અને તેને ઘણા લોકો ચૂનાનો પથ્થર પણ કહે છે. કેલ્શિયમ કાર્બાઈડથી કેરી પકવવા માટે કાચી કેરીઓ વચ્ચે કાર્બાઈડની પડીકીઓ બનાવીને કપડાંમાં લપેટીને રાખી દેવામાં આવે છે. ત્યારબાદ ચારે તરફ કેરી રાખવામાં આવે છે, પછી કેરીની કેરેટને ઉપરથી બંધ કરી દેવામાં આવે છે અને સારી રીતે પેક કરી દેવામાં આવે છે. ત્યારબાદ કેરીને હવા વિનાની જગ્યા પર 3-4 દિવસ રાખી દેવાય છે અને પછી ત્યારબાદ ખોલે છે તો બધી કેરી પાકી જાય છે. થાય શું છે કે કેલ્શિયમ કાર્બાઈડને ભેઝના સંપર્કમાં લાવવાથી એસિટિલીન ગેસ બને છે, જેનાથી ફળ પાકી જાય છે. તેનાથી કેરીના ઝાડ પર પાકવાની રાહ જોવી પડતી નથી અને ખતરનાક ટ્રિકથી કેરી પાકવી લેવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. આમ કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ મેટલ કટિંગ અને સ્ટીલ મેન્યૂફેક્ચરિંગમાં થાય છે.
જો તમે લાંબા સમય સુધી કેલ્શિયમ કાર્બાઈડથી પાકવેલી કેરી ખાવ છો તો તેના કેમિકલના કારણે પેટમાં દુઃખાવો, ડાયરિયા, ઉલ્ટીની ફરિયાદ થઈ શકે છે. કેલ્શિયમ કાર્બાઈડના કારણે ચક્કર, માથાનો દુઃખાવો, મૂડ ડિસ્ટર્બ જેવી પરેશાની થઈ જાય છે. કેટલાક મામલામાં એટેક પણ આવી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp