આતંકિસ્તાનને ભીખ આપ્યા બાદ ગભરાયું IMF, હવે લગાવી આ 11 નવી શરતો!

આતંકિસ્તાનને ભીખ આપ્યા બાદ ગભરાયું IMF, હવે લગાવી આ 11 નવી શરતો!

05/19/2025 World

SidhiKhabar

SidhiKhabar

આતંકિસ્તાનને ભીખ આપ્યા બાદ ગભરાયું IMF, હવે લગાવી આ 11 નવી શરતો!

આતંકિસ્તાન (પાકિસ્તાન)ને લોન આપ્યા બાદ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) ગભરાયું છે. હવે તેને પોતાના પૈસા ડૂબવાનો ભય સતાવવા લાગ્યો છે. એવામાં, IMFએ પાકિસ્તાન માટે તેના રાહત કાર્યક્રમનો આગામી હપ્તો જાહેર કરવા અગાઉ 11 નવી શરતો લાદી દીધી છે. આ સાથે જ, ભારત-પાકિસ્તાન તણાવને આર્થિક કાર્યક્રમ માટે ગંભીર જોખમ બતાવતા IMFએ ચીમકી આપી દીધી છે. રવિવારે બહાર આવેલા મીડિયા અહેવાલો દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ છે. એક્સપ્રેસ ટ્રિબ્યૂનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, IMF દ્વારા બહાર પાડવામાં આવેલા સ્ટાફ-લેવલ અહેવાલમાં નીચેની શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


IMFની શરતો

IMFની શરતો

આગામી નાણાકીય વર્ષ માટે 17,600 અબજ રૂપિયાનું સંઘીય બજેટ સંસદમાંથી પસાર કરાવવું ફરજિયાત છે.

વીજળી બિલ પર સરચાર્જમાં વધારો.

ગ્રાહકો પાસેથી અગાઉ કરતા વધારે લોન ચૂકવણીનો ચાર્જ વસૂલવામાં આવશે.

જૂની કારની આયાત પરનો પ્રતિબંધ હટાવવો.

4 ફેડરલ એકમો દ્વારા નવા કૃષિ આવકવેરા કાયદાનો અમલ, જેમાં કરદાતા ઓળખ, રિટર્ન પ્રક્રિયા, અનુપાલન સુધારણા અને સંદેશાવ્યવહાર ઝુંબેશનો સમાવેશ થાય છે.

આ સમયમર્યાદા જૂન 2025 સુધીમાં પૂર્ણ કરવાની છે.

IMF ભલામણોના આધારે સંચાલનમાં સુધારાઓની એક કાર્ય યોજના પ્રકાશિત કરવી.

2027 બાદ નાણાકીય ક્ષેત્રની વ્યૂહરચના તૈયાર કરીને સાર્વજનિક કરવી.

ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલી 4 વધારાની શરતો, જેમાં ટેરિફ સેટિંગ, વિતરણ સુધારા અને નાણાકીય પારદર્શિતાનો સમાવેશ થાય છે.


ભારત સાથેના તણાવને જોખમ ગણાવ્યો

ભારત સાથેના તણાવને જોખમ ગણાવ્યો

IMF રિપોર્ટમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે ભારત-પાકિસ્તાન તણાવની વર્તમાન પરિસ્થિતિ, ખાસ કરીને તાજેતરની સૈન્ય ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાનની નાણાકીય સ્થિતિ, બાહ્ય ખાતાઓ અને આર્થિક સુધારા કાર્યક્રમો પર સીધી અસર પડી શકે છે. અહેવાલ મુજબ, 22 એપ્રિલે 'ઓપરેશન સિંદૂર' હેઠળ ભારત દ્વારા કરવામાં આવેલા જવાબી હુમલા બાદ તણાવ વધી ગયો હતો.

IMFના અહેવાલ મુજબ, પાકિસ્તાનનું આગામી રક્ષા બજેટ 2,414 અબજ રૂપિયા હોવાનો અંદાજ છે, જે ગત વર્ષ કરતા 12 ટકા વધુ છે. પરંતુ સરકારે આ મહિનાની શરૂઆતમાં 2,500 અબજ રૂપિયા (18 ટકા નો વધારો) ફાળવવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો હતો. આ રક્ષા ખર્ચ IMFના રાજકોષીય સંતુલન લક્ષ્યોની વિરુદ્ધ દિશામાં જાય છે.


અત્યાર સુધી કુલ 50 શરતો લાગૂ

અત્યાર સુધી કુલ 50 શરતો લાગૂ

IMFની નવી 11 શરતો સાથે, પાકિસ્તાન પર હવે કુલ 50 શરતો લાદવામાં આવી છે. આ શરતો માત્ર નાણાકીય  સંતુલન જ નહીં, પરંતુ સંસ્થાકીય પારદર્શિતા અને શાસન સુધારણાની દિશામાં પણ સઘન હસ્તક્ષેપોને દર્શાવે છે. પાકિસ્તાને હવે ન માત્ર આ શરતો પૂરી કરવાની છે, પરંતુ પ્રાદેશિક તણાવને શાંત કરવા અને આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવાનનો પણ પડકાર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top