પાકિસ્તાને આ મંદિર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, ભારતે મિસાઈલ હુમલો નિષ્ફળ બનાવ્યો; રિપોર્ટમાં મોટો ખુલાસો
Golden Temple: ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં ઉછરી રહેલા આતંકવાદીઓને પાઠ ભણાવી દીધો, પરંતુ પાકિસ્તાન હજુ પણ પોતાની હરકતોથી બહાર આવતું નથી. તેણે 7 અને 8 મેની રાત્રે દેશના ઘણા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અમૃતસરનું સુવર્ણ મંદિર પણ પાકિસ્તાનના નિશાના પર હતું, પરંતુ ભારતીય સેનાએ તેના મંશુબા પર પાણી ફેરવી દીધું. એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.
ANIના અહેવાલ મુજબ, મેજર જનરલ કાર્તિક સી. સેશદ્રીએ પાકિસ્તાનના નાપાક હરકતોનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ અમૃતસરના સુવર્ણ મંદિર પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આપણી સેનાએ પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા. પાકિસ્તાને ધાર્મિક સ્થળો સાથે-સાથે નાગરિકોને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
8 મેની સવારે, પાકિસ્તાને મોટી સંખ્યામાં મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. મેજર જનરલ કાર્તિકે કહ્યું કે, ‘પાકિસ્તાને હવાઈ હુમલાઓ વધુ તેજ કરી દીધા હતા. ડ્રોનની સાથે, તેણે લાંબા અંતરની મિસાઇલોનો પણ સહારો લીધો. અમે પૂરી રીતે તૈયાર હતા અને તેના બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાને સુવર્ણ મંદિરને નિશાન બનાવતા મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો, અમે તે બધાને તોડી પાડ્યા.
પાકિસ્તાને અમૃતસર સાથે સાથે, જમ્મુ, શ્રીનગર, પઠાણકોટ, જલંધર, લુધિયાણા, ચંદીગઢ અને ભૂજને નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત, તેણે ભારતના અન્ય શહેરો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાની આકાશ મિસાઇલ સિસ્ટમ અને L-70 ડિફેન્સ ગને પાકિસ્તાન સામે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય સેનાએ પહેલા આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો, પરંતુ પાકિસ્તાની સેના તેમાં ઘૂસી ગઈ અને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે, ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો અને તેને ખૂબ નુકસાન પહોંચડ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp