દાહોદ મનરેગા કૌભાંડ મામલે પોલીસને મળી વધુ એક સફળતા, મંત્રી બચુ ખાબડના બીજા પુત્રની પણ ધરપકડ

દાહોદ મનરેગા કૌભાંડ મામલે પોલીસને મળી વધુ એક સફળતા, મંત્રી બચુ ખાબડના બીજા પુત્રની પણ ધરપકડ

05/19/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દાહોદ મનરેગા કૌભાંડ મામલે પોલીસને મળી વધુ એક સફળતા, મંત્રી બચુ ખાબડના બીજા પુત્રની પણ ધરપકડ

Dahod Mgnrega Scam: દાહોદ મનરેગા કૌભાંડના મામલે તપાસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસે ગુજરાતના પંચાયત રાજમંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પણ ધરપકડ કરી લીધી છે. શનિવારે બળવંત ખાબડની ધરપકડ બાદ આજે વહેલી સવારે વડોદરા-કાલોલ હાઈવે પર પોલીસે કિરણ ખાબડની ધરપકડ કરી હતી. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગરીબોને રોજગારી આપતી માનરેગા યોજનાને મંત્રીના પુત્રોએ કમાણીનું સાધન બનાવી લીધી

ગરીબોને રોજગારી આપતી માનરેગા યોજનાને મંત્રીના પુત્રોએ કમાણીનું સાધન બનાવી લીધી

આરોપ છે કે ગરીબોને રોજગારી આપતી મનરેગા (MGNREGA) યોજનાને પણ મંત્રી પુત્રોએ કમાણીનું સાધન બનાવી લીધી. થોડા દિવસ અગાઉ આ જ કૌભાંડમાં મંત્રી પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી, જેથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ  સમગ્ર મામલો કોંગ્રેસ પ્રતિનિધિમંડળે સ્થળ તપાસ કરતા ઘટસ્ફોટ થયો હતો કે, મંત્રી પુત્રોએ ચેકડેમ, હેન્ડપંપ-પાણીના બોર, માટી મેટલના રસ્તા બનાવ્યાં વિના જ બારોબાર જ બિલો પાસ કરાવી લાખો કરોડો પડાવી લીધા હતા.

તત્કાલિન TDO દર્શન પટેલની પણ કરાઇ છે ધરપકડ

તત્કાલિન TDO દર્શન પટેલની પણ કરાઇ છે ધરપકડ

આ અગાઉ 17 મેના રોજ દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રીપુત્ર બળવંત ખાબડના પુત્ર સાથે તત્કાલીન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. દાહોદ મનરેગા યોજના કૌભાંડ મામલે મંત્રીપુત્ર બળવંત ખાબડ અને TDO દર્શન પટેલને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દાહોદ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે દાહોદ કોર્ટ બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top