આ શહેરને સળગાવવાનું ષડયંત્ર નિષ્ફળ, ISIS સાથે જોડાયેલા 2 શખ્સ પકડાયા; બોમ્બ બનાવવાનો સમાન પણ જપ્ત
ઓપરેશન સિંદૂર બાદ, ન માત્ર પાકિસ્તાન, પરંતુ આતંકવના આકાઓ પણ બોખલાયેલા છે. ભારતમાં તેને લઈને તકેદારી વધારી દેવામાં આવી છે. તમામ રાજ્યોની પોલીસને વધુ સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તાજેતરમાં જ, યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સહિત 6 લોકોની જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. હવે હૈદરાબાદ પોલીસે વધુ 2 લોકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય સૂરજ ઉર રહમાન અને 28 વર્ષીય સૈયદ સમીર હૈદરાબાદમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસને શંકા છે કે બંને સાઉદી અરેબ સ્થિત ISISના સંપર્કમાં છે.
પોલીસે આંધ્ર પ્રદેશના વિજયનગરમથી બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેના માટે તેલંગાણા અને આંધ્રપ્રદેશ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે પહેલા શંકાના આધારે રહમાનની ધરપકડ કરી. તો પોલીસ પૂછપરછ દરમિયાન રહમાને સમગ્ર સત્ય ઓકી દીધું અને સૈયદ સમીરનું નામ પણ લીધું, ત્યારબાદ પોલીસે સમીરને હૈદરાબાદથી કસ્ટડીમાં લીધો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રહમાન અને સઈદ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા. બંનેના ઘરમાંથી બોમ્બ બનાવવા માટે વપરાતા એમોનિયા, સલ્ફર અને એલ્યુમિનિયમ પાવડર મળી આવ્યા છે. બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. તેમને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ અગાઉ પોલીસે દેશના અલગ-અલગ ખૂણામાંથી 6 લોકોની ધરપકડ કરી હતી. આ યાદીમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાનું નામ પણ સામેલ છે. આ બધા પર ISIS ગુપ્તચર એજન્ટ હોવાનો આરોપ છે. ખાસ કરીને જ્યોતિ પર ISIS ગુપ્તચર એજન્ટોના સંપર્કમાં રહેવાનો અને ભારતની ઘણી સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp