પાકિસ્તાનની પોલ ખોલનારી સંસદીય ટીમ સાથે વિદેશ નહીં જાય યૂસુફ પઠાણ

પાકિસ્તાનની પોલ ખોલનારી સંસદીય ટીમ સાથે વિદેશ નહીં જાય યૂસુફ પઠાણ

05/19/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનની પોલ ખોલનારી સંસદીય ટીમ સાથે વિદેશ નહીં જાય યૂસુફ પઠાણ

Yusuf Pathan: ભારતે આતંકવાદી દેશ પાકિસ્તાન પર મિસાઈલ હુમલા બાદ હવે પોલિટિકલ ડિપ્લોમેટિક સ્ટ્રાઈકની જાહેરાત કરી છે. સરકાર તરફથી પાકિસ્તાનની પોલ ખોલવા માટે વિવિધ દેશોમાં સંસદીય પ્રતિનિધિમંડળો મોકલવાની જાહેરાત કરી છે. આ સંસદીય દળમાં પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર યૂસુફ પઠાણનું નામ પણ સામેલ હતું.


યૂસુફ પઠાણે ભારત સરકારને આપી જાણકારી

યૂસુફ પઠાણે ભારત સરકારને આપી જાણકારી

યૂસુફ પઠાણે ભારત સરકારને જાણકરી આપી દીધી છે કે તેઓ આ પ્રવાસ માટે ઉપલબ્ધ નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે વિદેશ પ્રવાસ પર જઈ રહેલા સાંસદોના દળમાં યૂસુફ પઠાણ સામેલ નહીં થાય. સૂત્રોનું કહેવું છે કે ભારત સરકારે સાંસદ યૂસુફ પઠાણનો સીધો સંપર્ક કર્યો હતો.

સાંસદોના પ્રતિનિધિમંડળમાં યૂસુફ પઠાણનું નામ સામેલ કરવા અગાઉ TMC સાથે કોઈ ચર્ચા-વિચારણા કરવામાં આવી નહોતી. ભારત સરકારે યૂસુફ પઠાણનો સીધો સંપર્ક કર્યો હતો અને હવે પઠાણે ભારત સરકારને જાણ કરી છે કે તેઓ પ્રતિનિધિમંડળ સાથે વિદેશ જવા માટે ઉપલબ્ધ નહીં રહે.


TMCએ વિદેશ નીતિને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો

TMCએ વિદેશ નીતિને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો

તો બીજી તરફ, TMCએ વિદેશ નીતિને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યો છે. યૂસુફ પઠાણે વિદેશ જનારા સાંસદોના પ્રતિનિધિમંડળમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધા બાદ, TMCએ કહ્યું કે, વિદેશ નીતિ ભારત સરકારનો વિષય છે. કેન્દ્ર સરકારે આની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને પંજાબ પ્રાંતમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top