Gujarat : પુત્રવધૂએ પોતાના જ દિયરના ફોટોગ્રાફ્સ કર્યું એવું કે સમગ્ર પરિવાર આઘાતમાં, જાણો અમદવા

Gujarat : પુત્રવધૂએ પોતાના જ દિયરના ફોટોગ્રાફ્સ કર્યું એવું કે સમગ્ર પરિવાર આઘાતમાં, જાણો અમદવાદનો આ ચકચારી બનાવ

01/12/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat : પુત્રવધૂએ પોતાના જ દિયરના ફોટોગ્રાફ્સ કર્યું એવું કે સમગ્ર પરિવાર આઘાતમાં, જાણો અમદવા

ગુજરાત ડેસ્ક : 21મી સદીના ટેકનોલોજીના યુગમાં પણ આજે ઘણા એવા લોકો છે જે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિમાં વિશ્વાસ રાખી રહ્યા છે. જેના કારણે ઘણી જિંદગી હોમાઇ ગઇ છે. બે દિવસ પહેલાં વલસાડમાં રૂપિયાનો વરસાદ થશે અને અસીમ શક્તિ મળશે તેવું માનીને નવ વર્ષની માસૂમ દીકરીનો બલિ ચઢાવી દેવાની ઘટનાની સાહી હજુ સુકાઇ નથી ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં સાસરિયાંને બરબાદ કરવાના ઇરાદે તાંત્રિક વિધિના રવાડે ચઢેલી એક પુત્રવધૂનું માની શકાય નહીં તેવું કારસ્તાન સામે આવ્યું છે.  


માતા પિતા વિરુદ્ધ કોર્ટમાં અનેક વખત કરી ફરિયાદ

માતા પિતા વિરુદ્ધ કોર્ટમાં અનેક વખત કરી ફરિયાદ

પુત્રવધૂએ સાસરીમાં કરેલી તાંત્રિક વિધિની પોલ સીસીટીવી ફૂટેજે ખોલી દેતાં અંતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. જુલાઇ મહિનામાં પુત્રવધૂએ તાંત્રિક વિધિનાં કારનામાં કર્યાં હતાં. જેમાં કોર્ટના આદેશ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. મોટેરા વિસ્તારમાં આવેલા હરગોવિન પાર્ક સોસાયટીમાં રહેતા અછૂતુ શારદા શ્રી ગલીના પુત્ર પ્રવીણભાઇનાં લગ્ન નારણપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ એવન્યુમાં રહેતી નિષ્ઠા સાથે વર્ષ 2015માં સમાજિક રીત રીવાજ મુજબ થયાં હતાં. બે વર્ષનાં લગ્ન જીવનમાં નિષ્ઠા અને પ્રવીણ વચ્ચે મનમેળ નહીં આવતાં બન્ને અલગ થઇ ગયાં હતાં. નિષ્ઠાએ પ્રવીણ તેમજ તેનાં માતા પિતા વિરુદ્ધ કોર્ટમાં અનેક વખત ફરિયાદ કરી હતી. જે કેસ હાલ ચાલી રહ્યા છે. 23 જુલાઇ 2022ના રોજ પ્રવીણ અને તેનો પરિવાર ઊઠ્યો ત્યારે તેમણે ઘરની બહાર જોયું તો તાંત્રિક વિધિના સામાન પડ્યો હતો. જેના ઉપર પ્રવીણના નાના ભાઇનો ફોટોગ્રાફ્સ હતો.


સીસીટીવી ફૂટેજ જોઈને ચોંકી ગયો પરિવાર

સીસીટીવી ફૂટેજ જોઈને ચોંકી ગયો પરિવાર

વાળના ગુચ્છા ઉપર પ્રવીણના ભાઇનો ફોટોગ્રાફ્સ હતો તેમજ લીંબુ, કંકુ,  અગરબત્તી અને ચપ્પુ પડ્યાં હતાં. આ ઘટના જોતાંની સાથે જ પ્રવીણભાઈ અને તેમનો પરિવાર આઘાતમાં આવી ગયો હતો અને તાત્કાલીક સોસાયટીના ચેરમેનને નોટિસ આપીને સીસીટીવી ફૂટેજની માગ કરી હતી. સીસીટીવી ફૂટેજ સામે આવતાંની સાથે જ પ્રવીણ અને તેના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી કારણ કે તાંત્રિક વિધિ કરનાર બીજું કોઇ નહીં પરંતુ પ્રવીણની પત્ની નિષ્ઠા હતી. નિષ્ઠા મોડી રાતે કોઇ યુવક સાથે કારમાં આવી હતી અને મોઢા પર દુપ્પટો બાંધીને તાંત્રિક વિધિ કરીને જતી રહી હતી.


ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આપી હતી ફરિયાદ

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આપી હતી ફરિયાદ

પ્રવીણની માતા અછૂતુ શારદા શ્રીએ 23 જુલાઇના રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ફરિયાદ આપી છતાંય પોલીસે ગુનો દાખલ કર્યો નહીં. જેથી તેમણે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને બે વખત ફરિયાદ કરી હતી. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ગુનો દાખલ કરવાનો આદેશ નહીં આપતાં અંતે અછૂતુ શારદા શ્રીએ ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ કરી હતી. સીસીટીવી ફૂટેજ તેમજ પુરાવા હોવા છતાંય પોલીસે ગુનો દાખલ નહીં કરતાં અંતે ગાંધીનગર કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સંદીપ ક્રિષ્ટીએ સીઆરપીસી 156(3) મુજબ ગુનો દાખલ કરવા માટેનો આદેશ કર્યો હતો.

કોર્ટના આદેશ બાદ પોલીસે નોંધ્યો ગુનો

કોર્ટે આદેશ કર્યા બાદ ગઇ કાલે ચાંદખેડા પોલીસે નિષ્ઠા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નિષ્ઠા કોની સાથે કારમાં આવી, કોના કહેવાથી તેણે તાંત્રિક વિધિ કરી તે તમામ મુદ્દા તપાસના હોવાથી કોર્ટે ચાંદખેડા પોલીસને તપાસ કરવાના આદેશ આપ્યા છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top