'INDIA'થી 'ભારત' કરવામાં થશે કરોડોનો ખર્ચ! આટલામાં તો લોન્ચ થઇ જાય ૨૩ ચંદ્રયાન!, જાણો કેટલો થશે ખર્ચ
Indiaનું નામ Bharat થવા જઈ રહ્યું છે તેવી અટકળો સામે આવી રહી છે. જોકે તેને લઈને ઓફિશ્યલ રીતે કંઈ પણ નથી કહેવામાં આવ્યું. પરંતુ અમુક રાજકીય પક્ષો વિરોધ તો અમુક સમર્થન કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે સંસદના આગામી ખાસ સત્ર વખતે સરકાર સંવિધાન સંશોધન કલમ રજુ કરી શકે છે. ખબર છે કે જો સરકાર આ પગલું ભરે છે તો ભારે ખર્ચ ઉઠાવો પડી શકે છે.
એક રિપોર્ટ અનુસાર નામ બદલવામાં અંદાજે 14 હજાર 304 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. આ આંકડાની ગણતરી દક્ષિણ આફ્રીકાના વકીલ ડેરેન ઓલિવિયરે જણાવેલા ફોર્મૂલાથી કરવામાં આવી છે.
હકીકતે વર્ષ 2018માં સ્વીઝર્લેન્ડનું નામ બદલીને ઈસ્વાતીનિ કરી દેવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે તેનો હેતુ ઓપનિવેશિકતાથી છુટકારો મેળવવાનો હતો. એવામાં ઓલિવિયરના દેશનું નામ બદલવામાં આવતા ખર્ચની ગણતરી માટે એક ફોર્મુલા તૈયાર કરવામાં આવ્યો હતો.
તેમણે આફ્રીકી દેશોના નામ બદલવાની પ્રક્રિયાની તુલના એક મોટા કોર્પોરેટમાં થતી રીબ્રાંડિંગથી કરી હતી. વકીલ અનુસાર એક મોટા એન્ટરપ્રાઈઝનો સરેરાશ માર્કેટિંગ ખર્ચ બજેટના 10 ટકા સુધી હોઈ શકે છે. તેમણે અનુમાન લગાવ્યો હતો કે સ્વીઝરલેન્ડનું નામ ઈસ્વાતીનિ કરવામાં 60 મિલિયન ડોલરનો ખર્ચ આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp