ભારતે કેનેડાને આપ્યો વધુ એક ઝટકો, ડઝનેક રાજદ્વારીઓને તાત્કાલિક દેશ છોડવાનો આપ્યો આદેશ

ભારતે કેનેડાને આપ્યો વધુ એક ઝટકો, ડઝનેક રાજદ્વારીઓને તાત્કાલિક દેશ છોડવાનો આપ્યો આદેશ

10/03/2023 National

SidhiKhabar

SidhiKhabar

ભારતે કેનેડાને આપ્યો વધુ એક ઝટકો, ડઝનેક રાજદ્વારીઓને તાત્કાલિક દેશ છોડવાનો આપ્યો આદેશ

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનને લઈને વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે. ભારત સરકારે કેનેડાના ડઝનેક રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે. અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. સુત્રો પરથી મળતી માહિતી અનુસાર, ભારત સરકારે કેનેડાને તેના રાજદ્વારીઓને ભારત છોડવા કહ્યું છે. આ મામલે રીપોર્ટ તો એવું પણ કહી રહ્યા છે કે, મોદી સરકારે  40 કેનેડિયન રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવા આદેશ કર્યો છે. હાલમાં ભારતમાં કેનેડાના 62 રાજદ્વારીઓ કામ કરે છે.


પહેલેથી વિદેશ મંત્રાલયે આપ્યો હતો સંકેત

પહેલેથી વિદેશ મંત્રાલયે આપ્યો હતો સંકેત

ભારત સરકારે પહેલેથી જ આનો સંકેત આપ્યો હતો જ્યારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓ તૈનાત છે. આવી સ્થિતિમાં તેમની સંખ્યા ઘટાડવાની જરૂર છે. કેનેડા તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે કેનેડામાંથી ભારતીય રાજદ્વારીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.


ઝિમ્બાબ્વેમાં વિમાન ક્રેશ! ભારતીય ઉદ્યોગપતિ સહિત છનાં મોત

ઝિમ્બાબ્વેમાં વિમાન ક્રેશ! ભારતીય ઉદ્યોગપતિ સહિત છનાં મોત

દક્ષિણ પશ્ચિમ ઝિમ્બાબ્વેમાં હીરાની ખીણ પાસે ટેકનિકલ ખામીને કારણે ખાનગી વિમાન ક્રેશ થતાં તેમાં સવાર ભારતીય અબજપતિ અને તેમના પુત્ર સહિત કુલ છ લોકોનાં મોત થયા છે તેમ મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

સોનું, કોલસા, નિકલ અને કોપરનું ઉત્પાદન કરતી રિયોઝીમ નામની માઇનિંગ કંપનીના માલિક હરપાલ રંધાવા અને તેમના પુત્ર તથા ચાર લોકો ખાનગી વિમાન ક્રેશ થઇ જવાના કારણે મૃત્યુ પામ્યા છે. તેમનું વિમાન માશાવા, આઇહરારેના ઝવામહાન્ડે વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

રિયોઝીમની માલિકીનું સેસના ૨૦૬ એરક્રાફટ હરારેથી મુરોવા હીરા ખીણ તરફ જઇ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.

એક જ એન્જિન ધરાવતુ આ વિમાન મુરોવા ડાયમંડ ખીણની પાસે દુર્ઘટટનાગ્રસ્ત થયું હતું. જેની આંશિક માલિકી રિયોઝીમ પાસે છે.

ઝવામાહાન્ડે વિસ્તારમાં પીટર ફાર્મમાં પડતા પહેલા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા વિમાનમાં હવામાં જ વિસ્ફોટ થયો હતો. દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ છ લોકોનાં મોત થયા છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top