'HALએ રશિયાને ટેક્નોલોજી આપી છે કે નહીં?', વિદેશ મંત્રાલયે NYTના અહેવાલ પર આપી પ્રતિક્રિયા
ભારતે સોમવારે (31 માર્ચ, 2025) ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ પર આકરી પ્રતિક્રિયા આપી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એરોસ્પેસ અને સંરક્ષણ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટડ (HAL)એ રશિયાને હથિયાર સપ્લાય કરનારી એક બ્લેકલિસ્ટેડ એજન્સીને સંવેદનશીલ ટેક્નોલોજી વેચી છે, જેનો સૈન્ય ઉપયોગ થઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રાલયે અહેવાલની ટીકા કરતા તેને તથ્યપૂર્ણ રીતે ખોટો અને ભ્રામક ગણાવ્યો હતો. આરોપ લગાવ્યો કે, તેને રાજકીય રીતે ઘડવામાં આવ્યો છે અને તથ્યોને ભ્રમિત કરવાને પ્રયાસ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, "અમે ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા પ્રકાશિત એક અહેવાલ જોયો છે. આ અહેવાલ તથ્યાત્મક રૂપે ખોટો અને ભ્રામક છે. રાજકીય નિવેદનબાજી માટે મુદ્દાઓને વિકૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, રિપોર્ટમાં ઉલ્લેખિત ભારતીય એકમે રાજકીય નિયંત્રણ અને અંતિમ વપરાશકર્તાની પ્રતિબદ્ધતાઓ પર પોતાની તમામ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું છે. વ્યૂહાત્મક વેપાર પર ભારતના મજબૂત કાયદાકીય અને નિયમનકારી માળખું તેની કંપનીઓ તરફથી વિદેશી વાણિજ્યિક ઉપક્રમોને ધ્યાનમાં રાખ્યા છે. તેની સાથે જ મંત્રાલયે પણ "પ્રખ્યાત મીડિયા આઉટલેટ્સને આવા અહેવાલો પ્રકાશિત કરતા પહેલા મૂળભૂત તપાસ કરવાની વિનંતી કરી, જે આ કિસ્સામાં નજરઅંદાજ કરી દેવામાં આવી હતી. જો કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે ન્યૂયોર્ક ટાઈમ્સે 28 માર્ચ, 2025ના રોજ એક અહેવાલ પ્રકાશિત કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બ્રિટિશ એરોસ્પેસ નિર્માતા H.R. સ્મિથ ગ્રુપે HAL દ્વારા રશિયાને ટેક્નિકલી ઉપકરણો પૂરા પાડ્યા હતા. તેમાં ટ્રાન્સમીટર્સ, કોકપિટ ઉપકરણ અને અન્ય સંવેદનશીલ હિસ્સા સામેલ હતા. દાવો કરવામાં આવ્યો હતો કે, બ્રિટન અને અમેરિકાએ રશિયાને આ ઉપકરણો ન વેચવાના આદેશ આપ્યા હતા. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે HALએ H.R. સ્મિથ પાસેથી મળેલા ઉપકરણો રશિયાની એક બ્લેકલિસ્ટેડ એજન્સી રોસોબોરોનેક્સપોર્ટને મોકલ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp