Video: PM મોદીએ સેનાને છૂટ આપી અને પાકિસ્તાન સતાવવા લાગ્યો આ ભય! માહિતી મંત્રી બોલ્યા- 'આગામી 2

Video: PM મોદીએ સેનાને છૂટ આપી અને પાકિસ્તાન સતાવવા લાગ્યો આ ભય! માહિતી મંત્રી બોલ્યા- 'આગામી 24 કલાકમાં..'

04/30/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: PM મોદીએ સેનાને છૂટ આપી અને પાકિસ્તાન સતાવવા લાગ્યો આ ભય! માહિતી મંત્રી બોલ્યા- 'આગામી 2

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. PM મોદીએ મંગળવારે (29 એપ્રિલ 2025) ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક કરી હતી. તેની સીધી અસર પાકિસ્તાનમાં જોવા મળી હતી. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારએ બુધવારે X (અગાઉ ટ્વીટર) પર એક નિવેદન જાહેર કરતા દાવો કર્યો કે અમારી પાસે વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારત આગામી 24-36 કલાકમાં પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરી શકે છે.


પાકિસ્તાનના માહિતી મંત્રીએ શું કહ્યું?

પાકિસ્તાનના માહિતી મંત્રીએ શું કહ્યું?

માહિતી મંત્રી તરારે ભારત પર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે કોઈપણ નિષ્પક્ષ તપાસને બદલે, ભારતે સીધો લશ્કરી માર્ગ અપનાવવાની તૈયારી કરી છે, જે પ્રાદેશિક શાંતિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. તરારના મતે, પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદથી આ મામલામાં નિષ્પક્ષ, સ્વતંત્ર તપાસની રજૂઆત કરી છે. જોકે, ભારતે તેને ન માનતા સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો છે.

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પણ રોઇટર્સને જણાવ્યું હતું કે અમે હાઇ એલર્ટ પર છીએ અને જો ભારત હુમલો કરશે તો અમે જવાબ આપીશું. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવામાં આવશે જ્યારે દેશના અસ્તિત્વ માટે સીધું જોખમ હોય.


PM મોદીએ સેનાને છૂટ આપી

PM મોદીએ સેનાને છૂટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે, આપણા સશસ્ત્ર દળો આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આ પહેલા ભારતે ઘણા મોટા નિર્ણયો લીધા હતા, જેનાથી પાડોશી દેશમાં ગભરાટ ફેલાયો હતો. આ ક્રમમાં, ભારતે સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે. પાકિસ્તાની અધિકારીઓને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે વિઝા રદ કરવામાં આવ્યા છે.


22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો

22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો

22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ભારતે આ હુમલા માટે પાકિસ્તાની આતંકવાદી સંગઠનોને જવાબદાર ઠેરવ્યા છે, જ્યારે પાકિસ્તાને આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top