T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે ભારત આવી પહોંચી ભારતીય ટીમ, જુઓ વીડિયો

T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે ભારત આવી પહોંચી ભારતીય ટીમ, જુઓ વીડિયો

07/04/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે ભારત આવી પહોંચી ભારતીય ટીમ, જુઓ વીડિયો

T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ આજે એટલે કે 4 જુલાઈએ બાર્બાડોસથી દિલ્હી પહોંચી ગઈ છે. ભારતીય ટીમ સવારે 6:10 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ITC મૌર્યા હોટલમાં રોકાઈ છે. થોડા સમય હોટલમાં આરામ કર્યા બાદ ટીમના બધા ખેલાડી અને સપોર્ટ સ્ટાફ 11:00 વાગ્યે વડાપ્રધાન મોદીને મળશે. 29 જૂને ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યા બાદ ભારતીય ટીમ ઘણા દિવસો સુધી બાર્બાડોસમાં જ તોફાનના કારણે ફસાઈ રહી હતી.


સાંજે 5:00 વાગ્યાથી મુંબઇમાં રોડ શૉ

સાંજે 5:00 વાગ્યાથી મુંબઇમાં રોડ શૉ

BCCI સચિવ જય શાહના ભરચક પ્રયાસના કારણે આજે ચાર્ટર્ડ ફ્લાઇટના માધ્યમથી ભારતીય ટીમ દિલ્હી પહોંચી. ભારતીય ટીમનું સ્વાગત ખૂબ જ જોર શોરથી કરવામાં આવ્યું. દિલ્હી પહોંચ્યા બાદ ભારતીય ટીમનો કાર્યક્રમ નક્કી છે. પહેલા ટીમ દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. ત્યારબાદ રોહિત શર્મા એન્ડ બ્રિગેડ મુંબઈ માટે રવાના થશે. સાંજે 5:00 વાગ્યાથી મુંબઇમાં રોડ શૉ થશે. ત્યારબાદ મુંબઈના પ્રસિદ્ધ વાનખેડે સ્ટડિયમમાં ટીમની આ જીતનું સેલિબ્રેશન મનાવાશે અને તેમને સન્માનિત કરવામાં વશે.


ભારતીય ટીમનું સંભવિત શેડ્યૂલ:

06:00 કલાક: દિલ્હી એરપોર્ટ પર આગમન

06:45 કલાક: ITC મૌર્યા, દિલ્હી ખાતે આગમન

09:00 કલાક: ITC મૌર્યાથી PM કાર્યાલય માટે પ્રસ્થાન

10:00-12:00 કલાક: PM કાર્યાલયમાં સમારોહ

બપોરે 12:00 વાગ્યે: ​​ITC મૌર્યા માટે પ્રસ્થાન

બપોરે 12:30 વાગ્યે: ​​ITC મૌર્યાથી એરપોર્ટ માટે પ્રસ્થાન.

2:00 વાગ્યે: મુંબઈ માટે પ્રસ્થાન

4:00 વાગ્યે: મુંબઈ એરપોર્ટ પર આગમન

5:00 વાગ્યે વાનખેડે સ્ટેડિયમ ખાતે આગમન

5:00 - 7:00 વાગ્યે સાંજે: ઓપન બસ પરેડ

સાંજે 7:00-7:30 વાગ્યે: વાનખેડે સ્ટેડિયમમાં નાનો સમારોહ

સાંજે 7:30 કલાક: હોટેલ તાજ, એપોલો બંદર માટે પ્રસ્થાન


હોટલમાં ટીમનું ભવ્ય સ્વાગત:

હોટલમાં ટીમનું ભવ્ય સ્વાગત:

BCCIએ પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમન ઘણા ખેલાડીઓને ટ્રોફી સાથે જોઈ શકાય છે. તો રોહિત ટ્રોફી લહેરાવતો પણ નજરે પડી રહ્યો છે. ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનું હોટલમાં ભવ્ય સ્વાગત થયું. ત્યાં ફેન્સનો જમાવડો છે. હોટલમાં રિષભ પંત ટ્રોફી સાથે એન્ટ્રી કરતો નજરે પડ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top