2004 બાદ ફરી એક વખત ક્રિકેટર સાથે થયો અન્યાય, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન કમિન્સના નિર્ણયને લઇને ચર્ચા

2004 બાદ ફરી એક વખત ક્રિકેટર સાથે થયો અન્યાય, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન કમિન્સના નિર્ણયને લઇને ચર્ચા

01/07/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

2004 બાદ ફરી એક વખત ક્રિકેટર સાથે થયો અન્યાય, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન કમિન્સના નિર્ણયને લઇને ચર્ચા

ક્રિકેટ ઈતિહાસમાં 2004 પછી ફરી એક વખત એક ખેલાડી સાથે આવી ઘટના બની છે, જેના કારણે ચાહકો પણ તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી ઉસ્માન ખ્વાજા સાથે આ ઘટના બની હતી. તેની સાથે અન્યાય થયો અને તે 195 રન બનાવીને અણનમ રહ્યો, પરંતુ બેવડી સદી પૂરી કરી શક્યો નહીં.


વાસ્તવમાં જ્યારે ઉસ્માન ખ્વાજા 195 રન બનાવીને અણનમ રહ્યો હતો ત્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ઇનિંગ ડિકલેર કરી હતી. આ રીતે ઉસ્માને બેવડી સદી ફટકારવાની સુવર્ણ તક ગુમાવી દીધી હતી. અગાઉ 2004માં સચિન તેંડુલકર સાથે પણ આવી જ ઘટના બની હતી.

29 માર્ચ 2004ના રોજ મુલતાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં સચિન તેંડુલકર 194 રન બનાવીને અણનમ રહ્યો હતો. એટલા માટે તે મેચમાં ભારતીય કેપ્ટન રહેલા રાહુલ દ્રવિડે ઇનિંગ્સ ડિકલેર કરી હતી. આ રીતે તે સમયે સચિન માત્ર 6 રનથી તેની બેવડી સદી ચૂકી ગયો હતો. હવે આવો જ અન્યાય ઉસ્માન ખ્વાજા સાથે સિડની ગ્રાઉન્ડમાં થયો છે.


સિડની ટેસ્ટને વરસાદે સૌથી વધુ અસર કરી હતી. પ્રથમ બે દિવસ વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો. જ્યારે ત્રીજા દિવસે રમત રમાઈ શકી ન હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમે બીજા દિવસની રમત પૂરી થવા સુધી પ્રથમ દાવમાં 4 વિકેટે 475 રન બનાવી લીધા હતા. ઉસ્માન ખ્વાજા 195 અને મેટ રેનશો 5 રન બનાવીને અણનમ રહ્યા હતા.

ત્રીજો દિવસ વરસાદથી ધોવાઈ ગયા બાદ ચાહકોને આશા હતી કે જ્યારે ચોથા દિવસે (7 જાન્યુઆરી) રમત શરૂ થશે ત્યારે 36 વર્ષીય ઉસ્માન તેની બેવડી સદી પૂરી કરશે. પરંતુ તે નિરાશ થયો હતો, કારણ કે કાંગારૂ ટીમના કેપ્ટન પેટ કમિન્સે 475ના સ્કોર પર ઇનિંગ્સ ડિકલેર કરી હતી અને ઉસ્માનને મેદાનમાં ઉતરવાની તક મળી ન હતી.


પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં જન્મેલા ઉસ્માન ખ્વાજાએ 2011માં ઈંગ્લેન્ડ સામે સિડનીના મેદાનમાં જ ડેબ્યૂ મેચ રમી હતી. હવે આ મેદાન પર કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર અને 13મી સદી પણ બની હતી. આ મેદાન પર તેની આ સતત ત્રીજી સદી હતી. તમને જણાવી દઈએ કે સિડની ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમતના અંત સુધીમાં આફ્રિકાની ટીમે 6 વિકેટે 149 રન બનાવી લીધા છે. માર્કો જેન્સેન 10 અને સિમોન હાર્મર 6 રન બનાવીને અણનમ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ પણ 326 રનથી આગળ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top