મહિલાઓ સામે ઝૂક્યું ઈરાન? હિજાબના કટ્ટરપંથી કાયદાના અમલ પર...
Iran pauses controversial new dress code law: હિજાબને લઈને વધતા ઘરેલું અને અંતરરાષ્ટ્રીય વિરોધ વચ્ચે ઈરાને પોતાના હિજાબ કાયદાને લાગૂ કરવા પર રોક લગાવી દીધી છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ગત શુક્રવારે લાગૂ થનારા વિવાદિત 'હિજાબ અને શુદ્વતા કાયદાના અમલીકરણ પર રોક લગાવી દીધી છે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજેશ્કિયાને હિજાબ પર કાયદાને લઈને કહ્યું હતું કે, તે અસ્પષ્ટ છે અને તેમાં સુધારની જરૂર છે. તેમણે સંકેત આપ્યા કે તેને લાગૂ કરવાથી સૌથી પહેલા તેના પ્રાવધાનો પર ફરીથી વિચાર કરી શકાય છે.
ઈરાનના વિવાદિત કાયદામાં એ મહિલાઓ અને છોકરીઓ માટે સખત સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે, જે પોતાના વાળો, હાથ અને નીચેના પગને પૂરી રીતે ઢાંકતી નથી. કાયદામાં એવી છોકરીઓ, મહિલાઓને દંડ અને 15 વર્ષ સુધીની લાંબી જેલની સજા આપવાનું સામેલ છે.
એમનેસ્ટી ઇન્ટરનેશનલ સહિત ઘણા માનવાધિકાર સંગઠનોએ આ કાયદાની નિંદા કરી છે. એમનેસ્ટીએ ઈરાની અધિકારીઓ પર 'દમનકારી પ્રણાલીને વધુ મજબૂત કરવાનો' પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન પજેશ્કિયાને હિજાબને લઈને મહિલાઓ સાથે સરકારના વ્યવહાર પર અસહમતિ દર્શાવી હતી. તેમણે વ્યક્તિગત સ્વતંત્રતાનું સન્માન કરવાનો વાયદો કર્યો હતો, જે યુવા ઈરાનીઓ વચ્ચે ખૂબ લોકપ્રિય થયો. મહિલા અને પરિવાર મામલાઓના પૂર્વ ઉપાધ્યક્ષ માસૂમે એબ્તેકારે પણ કાયદાની નિંદા કરી અને તેણે અડધી ઈરાની વસ્તી પર અભિયોગ' બતાવ્યો.
ગયા અઠવાડિયે જાણીતી ગાયિકા પારસ્તૂ અહમદીની ધરપકડ બાદ ઈરાનમાં હિજાબ પર બહેસ તેજ થઇ ગઈ. અહમદીએ હિજાબ પહેર્યા વિના યુટ્યુબ પર વર્ચ્યૂઅલ કોન્સર્ટ કર્યો હતો, જે જોત જોતા વાયરલ થઇ ગયો. વીડિયો વાયરલ થતા જ ઈરાની ગાયિકા અને તેમના બેન્ડની ધરપકડ કરી લેવામાં આવી, જેથી લોકોના રોષ ફેલાઈ ગયો. જો કે, વિરોધ વધતો જોઈને એક દિવસ બાદ તેને છોડી દેવામાં આવી હતી. વર્ષ 2022માં મહસા અમીની નામની યુવા મહિલાના મોત બાદ ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શન શરૂ થયા હતા, જે અત્યારે પણ ચાલી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp