હિઝબુલ્લાહના આતંકી ઠેકાણે ઈઝરાયલનો સૌથી મોટો હુમલો, જુઓ ભયાનક વિડિયો

હિઝબુલ્લાહના આતંકી ઠેકાણે ઈઝરાયલનો સૌથી મોટો હુમલો, જુઓ ભયાનક વિડિયો

11/09/2023 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

હિઝબુલ્લાહના આતંકી ઠેકાણે ઈઝરાયલનો સૌથી મોટો હુમલો, જુઓ ભયાનક વિડિયો

ઈઝરાયલી સૈન્ય IDFએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જારી કર્યો છે. તેમાં તેણે દાવો કર્યો છે કે આખી રાત હિઝબુલ્લાહના આતંકીઓના (Israel attack on Hezbollah) ઠેકાણાઓને નિશાન બનાવીને જોરદાર હુમલા કરાયા હતા. ફૂટેજમાં દેખાય છે કે હવાઈ હુમલા બાદ કેવી રીતે હિઝબુલ્લાહના આતંકી ઠેકાણાના છોતરાં ઉડી જાય છે અને આગનો મોટો ગોળો જોવા મળે છે.હમાસ સામે પણ મોટી કાર્યવાહી

બીજી બાજુ ઈઝરાયલી સૈન્યએ ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન હમાસના આતંકીઓ પર કેર વર્તાવ્યાનો દાવો કર્યો છે. ઈઝરાયલી સૈન્યનું કહેવું છે કે તેણે હમાસ સામેની લડત દરમિયાન 130 ટનલને નષ્ટ કરી નાખી છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને બાજુથી લગભગ 12000 લોકો માર્યા ગયા છે.


હિઝબુલ્લાહ પર હમાસનો સાથ આપવાનો છે આરોપ

ઉલ્લેખનીય છે કે યુદ્ધની શરૂઆત થયા બાદથી જ ઈઝરાયલ એવો આરોપ મૂકે છે કે હિઝબુલ્લાહ દ્વારા હમાસ સંગઠનને સતત સાથ આપવામાં આવી રહ્યો છે. જેના પગલે તેની સામે પણ ઈઝરાયલ દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવાઈ હુમલામાં તેણે લેબેનોનમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યાનો દાવો કર્યો હતો


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top