પત્રકારે પૂછ્યું-‘કાલે અફઘાનિસ્તાન હારી જાય તો શું?’, જાડેજાએ કહ્યું: તો બેગ પેક કરીને ઘરે જઈશુ

પત્રકારે પૂછ્યું-‘કાલે અફઘાનિસ્તાન હારી જાય તો શું?’, જાડેજાએ કહ્યું: તો બેગ પેક કરીને ઘરે જઈશું

11/06/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

પત્રકારે પૂછ્યું-‘કાલે અફઘાનિસ્તાન હારી જાય તો શું?’, જાડેજાએ કહ્યું: તો બેગ પેક કરીને ઘરે જઈશુ

સ્પોર્ટ્સ ડેસ્ક: હાલ ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન પહેલી બે મેચમાં સારું રહ્યું ન હતું, પરંતુ ત્યારપછીની બંને મેચ ભારતે જીતી લેતા સેમી-ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત બની છે. જોકે, ભારત સેમી-ફાઈનલમાં પહોંચશે કે નહીં તેનો આધાર અન્ય ટીમો અને તેમની મેચ ઉપર પણ રહેશે.

આવતીકાલે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ પોતાની આખરી મેચ રમશે. જો આ મેચમાં અફઘાનિસ્તાન અપસેટ સર્જવામાં સફળ રહે અને ન્યુઝીલેન્ડને હરાવે તો ભારતનો સેમી-ફાઈનલ સુધીનો રસ્તો મોકળો બનશે. પરંતુ ન્યુઝીલેન્ડની જીત થાય તો ભારત માટે સેમી-ફાઈનલમાં પહોંચવું અશક્ય બની જશે.

પત્રકારના પ્રશ્નનો જાડેજાએ હળવા મૂડમાં જવાબ આપ્યો

આ જ અંગે ગઈકાલે ભારતીય ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું હતું. જેનો તેમણે રમૂજી જવાબ આપ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ થઇ રહ્યું છે.

પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે જાડેજાને પૂછ્યું કે, કહેવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાન જો ન્યુઝીલેન્ડને હરાવે તો જ ભારતને સેમી-ફાઈનલમાં પહોંચવાની તક મળશે. પણ જો અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને ન હરાવી શકે તો?’ જેના જવાબમાં રવિન્દ્ર જાડેજાએ હળવા મૂડમાં કહ્યું હતું કે, ‘તો પછી બેગ પેક કરીને ઘરે જઈશું, બીજું શું?’

હાલ ભારતનું સ્થાન ત્રીજું, પ્રથમ બે ટીમો ક્વોલિફાય થશે

પોઈન્ટ ટેબલમાં હાલ ભારતનું સ્થાન ત્રીજું છે. ભારતે કુલ 4 માંથી 2 મેચ જીતી છે. જ્યારે પહેલા ક્રમે 4 જીત સાથે પાકિસ્તાન અને બીજા ક્રમે ન્યુઝીલેન્ડ છે. ન્યુઝીલેન્ડની ટીમે ચારમાંથી ત્રણ મેચ જીતી છે. જ્યારે પાંચમી મેચ અફઘાનિસ્તાન સામે કાલે રમશે. જ્યારે અફઘાનિસ્તાને ચારમાંથી 2 મેચ જીતી છે.

જો આવતીકાલે અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને હરાવે અને ભારત નામિબિયા સામેની પોતાની પાંચમી મેચ જીતવામાં સફળ રહે તો ભારત પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવી શકે છે. જોકે, આ માટે રનરેટ ઉપર પણ આધાર રહેશે. નોંધવું મહત્વનું છે કે બંને ગ્રૂપમાંથી પહેલી બે ટીમો સેમી-ફાઈનલ માટે ક્વોલિફાય થશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top