વીર તેજાજી મંદિરમાં તોડફોડ, ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તો કર્યો જામ

વીર તેજાજી મંદિરમાં તોડફોડ, ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તો કર્યો જામ

03/29/2025 National

SidhiKhabar

SidhiKhabar

વીર તેજાજી મંદિરમાં તોડફોડ, ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તો કર્યો જામ

રાજસ્થાનના જયપુરમાં વીર તેજાજી મંદિરમાં અસામાજિક તત્વોએ પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટના સાંગાનેર પોલીસ સ્ટેશનની હદમાં આવતા પ્રતાપ નગર મંદિરમાં બની હતી. મોડી રાત્રે, અસામાજિક તત્વોએ પ્રાચીન મંદિરમાં જઇને મૂર્તિઓની તોડફોડ કરી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન, બધા સમુદાયના લોકો અહીં પહોંચી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. મંદિરમાં તોડફોડની માહિતી મળતા જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ મંદિરની સામે જયપુર-ટોંક રોડ બ્લોક કરી દીધો.


ટ્રાફિક પોલીસે રૂટ ડાયવર્ટ કર્યો

ટ્રાફિક પોલીસે રૂટ ડાયવર્ટ કર્યો

ગુસ્સે ભરાયેલા લોકોના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો, જેના કારણે ઘટનાસ્થળ પર આવતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ 3 કલાક સુધી રસ્તો બ્લોક કરી રાખ્યો હતો. પોલીસકર્મીઓએ લાંબા સમય સુધી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ પોતાની જગ્યાએથી ખસી જાય જેથી જામ ખોલીને સ્થિતિને નિયંત્રિત કરી શકાય. પછી, પોલીસે ભીડને મેનેજ કરવા માટે રસ્તો ડાયવર્ટ કરી દીધો, જેથી લોકો એક પછી એક બીજા રસ્તાથી ગયા. હાલમાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જામ દૂર કરીને પરિસ્થિતિને કાબૂમાં લઇ લીધી છે.


તેજાજીની આસ્થા સાથે છેડછાડ સહન નહીં કરાય

તેજાજીની આસ્થા સાથે છેડછાડ સહન નહીં કરાય

આ કેસમાં સંસદ સભ્ય હનુમાન બેનીવાલે જણાવ્યું હતું કે, જયપુરમાં રાજ્યના મુખ્યમંત્રીના મતવિસ્તારમાં લોકદેવતા વીર તેજાજી મહારાજની પ્રતિમાના અપમાન બાદ ઉભા થયેલા જન આક્રોશ બાદ, એક તરફ, જયપુર પોલીસ કમિશનર અને વરિષ્ઠ અધિકારીઓ પ્રદર્શનકારી લોકો સાથે સૌહાર્દપૂર્ણ માહોમાં વાતચીત કરવા તૈયાર હતા.

બીજી તરફ, મુખ્યમંત્રીના ઇશારા પર પોલીસે RLP કાર્યકરો અને જાટ સમુદાય સહિત વિવિધ સમુદાયોના યુવાનો પર જે લાઠીચાર્જ કરી છે કે નિંદનીય છે. પોલીસ-પ્રશાસન દ્વારા અટકાયતમાં લેવાયેલા RLP કાર્યકરો અને અન્ય યુવાનોને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. તેજાજીની શ્રદ્ધા સાથે છેડછાડ સહન કરવામાં નહીં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top