ટ્રેનમાં મળી 20 લાખ રૂપિયાના ઘરેણાં ભરેલી બેગ, કોચ અટેન્ડેન્ટે રજૂ કર્યું ઈમાનદારીનું ઉદાહરણ

ટ્રેનમાં મળી 20 લાખ રૂપિયાના ઘરેણાં ભરેલી બેગ, કોચ અટેન્ડેન્ટે રજૂ કર્યું ઈમાનદારીનું ઉદાહરણ

12/05/2023 National

SidhiKhabar

SidhiKhabar

ટ્રેનમાં મળી 20 લાખ રૂપિયાના ઘરેણાં ભરેલી બેગ, કોચ અટેન્ડેન્ટે રજૂ કર્યું ઈમાનદારીનું ઉદાહરણ

આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ગાજીપુરથી આવેલી ટ્રેનના ફર્સ્ટ ક્લાસ AC કોચમાં એક યાત્રી ઘરેણાઓથી ભરેલી બેગ ભૂલી ગયો હતો. કોચ અટેન્ડેન્ટે તેને (બેગ) રેલવે સુરક્ષા બળ (RPF)ને સોંપી દીધી. તપાસ કરતા RPFને ખબર પડી કે બેગ ગુરુગ્રામ સેક્ટર-10ના રહેવાસી રોહિત કુમારની છે. જે પત્ની અને બાળકો સાથે સાળાના લગ્નમાં સામેલ થયા બાદ ગાજીપુરથી પરત ફરી રહ્યો હતો. તે કેનેડામાં નોકરી કરે છે. આ બેગ તેના ભાઈ પરમેશ્વરને સોંપી દેવામાં આવી છે.


ઘરેણાની કિંમત 20 લાખ રૂપિયા

RPF તરફથી કહેવામાં આવ્યું છે કે ઘરેણાંની કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે. ઈમાનદારી બતાવનારા કોચ અટેન્ડેન્ટ જયપ્રકાશને સન્માનિત કરાવવા માટે ભલામણ કરવામાં આવશે. આનંદ વિહાર RPF તરફથી કહેવામાં આવ્યું છે કે યાત્રી રોહિત કુમાર પોતાની પત્ની અર્ચના સિંહ અને બાળક સાથે ગાજીપુર સિટી આનંદ વિહાર સુહેલદેવ એક્સપ્રેસના AC HA-1ના B કેબિનમાં સવાર હતા. રવિવારે સવારે 07:55 વાગ્યે આનંદ વિહાર રેલવે સ્ટેશન આવવા પર તે પત્ની અને બાળક સાથે ઉતરીને જતો રહ્યો, પરંતુ તેમની એક બેગ છૂટી ગઈ. કોચ અટેન્ડેન્ટ જયપ્રકાશે જોયું કે બેગ રહી ગયો છે. તેમાં કિંમતી સામાન જોઈને તેમણે તેને RPFના હવાલે કરી દીધો.


પરિવાર કેનેડા જવા રવાના થઇ ગયો હતો

પરિવાર કેનેડા જવા રવાના થઇ ગયો હતો

આરક્ષણ લિસ્ટથી યાત્રીના નામની જાણકારી આપવામાં આવી કેમ કે રોહિતે ગાજીપુર સિટી રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી ટિકિટ બૂક કરવામાં આવી હતી એટલે તેનો મોબાઈલ નંબર ઓનલાઇન સિસ્ટમમાં ઉપલબ્ધ નહોતો. પછી RPFએ ગાજીપુર સિટી રેલવે સ્ટેશન પાસેથી તેનો નંબર મેળવ્યો. સોમવારે સવારે તેને ફોન કરીને બેગ મળવાની જાણકારી આપવામાં આવી. ત્યારે ખબર પડી જે તે રવિવારે રાત્રે જ કેનેડા જવા માટે પરિવાર સહિત નીકળી ગયો છે. તેના ભાઈ પરમેશ્વરને બેગ શોધવા માટે આનંદ વિહાર રેલવે સ્ટેશન મોકલ્યો હતો. જ્યારે પરમેશ્વર RPF પાસે પહોંચ્યો તો સબ ઇન્સ્પેક્ટર રોહિત સિંહે ખરાઈ બાદ તેને ઘરેણાઓથી ભરેલી બેગ સોંપી દીધી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top