Kalki 2898 AD Box Office Collection: દુનિયાભરમાં ફિલ્મ કલ્કીએ કરી શાનદાર કમાણી, જાણો 4 દિવસમાં કેટલાનો બિઝનેસ થયો
નાગ અશ્વિન દ્વારા ડિરેકટેડ ફિલ્મ Kalki 2898 ADએ બોક્સ ઓફિસનું સૂકું સમાપ્ત કરી દીધું છે. આ સાઇન્સ ફિક્શન ફિલ્મ દેશ જ નહીં વિદેશી બોક્સ ઓફિસ પર પણ તોફાન બની ચૂકી છે. ફિલ્મે વર્લ્ડ વાઈડ મહાબમ્પર ઓપનિંગ કરી હતી અને ત્યારબાદ હવે પહેલા વિકેન્ડ પર Kalki 2898 ADએ દુનિયાભરમાં રેકોર્ડ તોડ કલેક્શન કરી નાખ્યું છે. આવો જાણીએ પ્રભાસ અભિનીત ફિલ્મે રીલિઝના ચોથા દિવસે કેટલા કરોડનું કલેક્શન કર્યું.
Kalki 2898 ADના એક્શન સિકવેન્સથી લઈને VFX અને શાનદાર કાસ્ટ દર્શકોને સિનેમાઘરોમાં ખેંચી રહી છે. 600 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ રોજ બમ્પર કમાણી કરી રહી છે. તો અર્લી ટ્રેડ રિપોર્ટ મુજબ ચોથા દિવસ એટલે કે રવિવારે ફિલ્મે વર્લ્ડ વાઈડ શનિવારની તુલનામાં 20 ટકાની તેજી દેખાડી અને તેની સાથે જ પ્રભાસ અને દીપિકા પાદુકોણ સ્ટારર આ ફિલ્મે રવિવારે દુનિયાભરના બોક્સ ઓફિસ પર લગભગ 120 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. તો શનિવારે આ સાયન્સ ફિક્ષણ ફિલ્મએ દુનિયાભરમાં 100 કરોડનું કલેક્શન કર્યું હતું. તેની સાથે જ Kalki 2898 ADએ 4 દિવસોમાં દુનિયાભરની બોક્સ ઓફિસ પર 500 કરોડનું ક્લબ પાર કરી લીધું છે. ઓવરસીઝમાં ફિલ્મે 4 દિવસોમાં 150 કરોડની આસપાસ કલેક્શન કર્યું છે. આશા છે કે આ અઠવાડિયે 500 કરોડને પાર કરી જશે અને પોતાનું બજેટ પણ વસૂલી લેશે.
પહેલો દિવસ: 191 કરોડ
બીજો દિવસ: 96 કરોડ
ત્રીજો દિવસ 100 કરોડ
ચોથો દિવસ: 120+ કરોડ (અનુમાનિત)
કુલ વર્લ્ડ વાઈડ 4 દિવસોનું કલેક્શન 507 કરોડ રૂપિયા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp