'ગંગુબાઈ કાઠિયાવાડી'ના આ સીનનો ઉપયોગ કરી પાકિસ્તાનની રેસ્ટોરન્ટે કરી એવી હરકત, જેના કારણે લોકોમ

'ગંગુબાઈ કાઠિયાવાડી'ના આ સીનનો ઉપયોગ કરી પાકિસ્તાનની રેસ્ટોરન્ટે કરી એવી હરકત, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો

06/18/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

'ગંગુબાઈ કાઠિયાવાડી'ના આ સીનનો ઉપયોગ કરી પાકિસ્તાનની રેસ્ટોરન્ટે કરી એવી હરકત, જેના કારણે લોકોમ

આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. નિર્દેશક સંજય લીલા ભણસાલીની ફિલ્મ નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ પણ બની છે. સોશિયલ મીડિયા પર પણ આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ હતી, પરંતુ આ દરમિયાન પાકિસ્તાની રેસ્ટોરન્ટનું એક ઘૃણાસ્પદ કૃત્ય સામે આવ્યું છે, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે પાકિસ્તાનની આ રેસ્ટોરન્ટ વિવાદોમાં આવી ગઈ છે, લોકો ઉગ્રતાથી તેને સોશિયલ મિડિયા પર ટ્રોલ કરી રહ્યાં છે.


ફિલ્મના એક સીનનો ઉપયોગ કર્યો

ફિલ્મના એક સીનનો ઉપયોગ કર્યો

વાસ્તવમાં ફિલ્મમાં એક સીન છે જેમાં ગંગુબાઈની ભૂમિકા ભજવનાર આલિયા ભટ્ટ પુરૂષ ગ્રાહકોને બોલાવતી જોવા મળી હતી. આ દ્રશ્યનો ઉપયોગ કરીને, કરાચીની સ્વિંગ રેસ્ટોરન્ટે પુરૂષ ગ્રાહકોને ઓફર કરી છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ વીડિયો ક્લિપમાં આ ઓફર સ્પષ્ટ જોઈ શકાય છે, સાથે જ આ રેસ્ટોરન્ટે ફિલ્મના આ સીનનો કેવી રીતે પોતાના પ્રચાર માટે ઉપયોગ કર્યો છે એ પણ જોઈ શકાય છે. આ રેસ્ટોરન્ટે તેના પુરૂષ ગ્રાહકો માટે 25 ટકા ડિસ્કાઉન્ટની ઓફર મૂકી હતી. તેણે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું – આજા ના રાજા, કોની રાહ જોઈ રહ્યો છે.


વિડીઓથી સંતોષ ન થતાં ફોટો જાહેર કર્યો

વિડીઓથી સંતોષ ન થતાં ફોટો જાહેર કર્યો

આ વીડિયો વાઈરલ થયા બાદ આ રેસ્ટોરન્ટ લોકોના ધ્યાનમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ રેસ્ટોરન્ટની ટીકા કરી રહ્યા છે અને તેને નબળી પબ્લિસિટી ગણાવી રહ્યા છે. વળી આ રેસ્ટોરન્ટ આટલી જાહેરાત કરી ન થાકતા બીજો ફોટો પોસ્ટ કરતાં તેણે કહ્યું-'અરે લોગોં ઇતના દીલ પે ક્યુ લે લિયા. મૂવી કરે તો આગ, રેસ્ટોરન્ટ કરે તો પાપ'  

રેસ્ટોરન્ટના આ કૃત્યથી લોકો ખૂબ જ નારાજ છે અને ઉગ્રતાથી તેને ખોટુ કહી રહ્યા છે. લોકો આ જાહેરાતને નોન સેન્સ કહી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top