“જો અમૃતપાલને કંઈક થશે તો દિલ્હી-NCRમાં અંધારપટ છવાઈ જશે!” : ખાલિસ્તાન સમર્થક પન્નુની ભારત સરકા

“જો અમૃતપાલને કંઈક થશે તો દિલ્હી-NCRમાં અંધારપટ છવાઈ જશે!” : ખાલિસ્તાન સમર્થક પન્નુની ભારત સરકારને લુખ્ખી ધમકી

03/22/2023 National

SidhiKhabar

SidhiKhabar

“જો અમૃતપાલને કંઈક થશે તો દિલ્હી-NCRમાં અંધારપટ છવાઈ જશે!” : ખાલિસ્તાન સમર્થક પન્નુની ભારત સરકા

Amritpal Singh case : પંજાબમાં બીજો ભીંદરાનવાલે બનવાની કોશિષ કરી રહેલો અમૃતપાલ સિંહ છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે. એનો મૂળ હેતુ અલગ ખાલિસ્તાનની માગણી દ્વારા શીખોને ભડકાવીને ભારતના ટુકડા કરવાનો છે, એ હવે સ્પષ્ટ થતું જાય છે. થોડા સમય પહેલા સુધી ફિલ્મસ્ટાર જેવો લુક બનાવીને રહેતો અમૃતપાલ ‘વારિસ પંજાબ દે’ સંગઠનનો વાળો બન્યા બાદ અચાનક ધર્મગુરુ જેવા વસ્ત્રો પહેરીને ભડકાઉ નિવેદનો દ્વારા લોકોને ભડકાવી રહ્યો છે. પોલીસ અધિકારીઓ સામે હિંસાનો ગુનો પણ એની સામે નોંધાઈ ચૂક્યો છે. અમૃતપાલની દેશવિરોધી ગતિવિધિઓને કારણે અત્યારે ગૃહ મંત્રાલય અને પંજાબ પોલીસ હાથ ધોઈને એની પાછળ પડી છે. એવામાં વધુ એક ખાલિસ્તાન સમર્થક ગુરુવંતસિંહ પન્નુએ અમૃતપાલના સમર્થનમાં નિવેદન આપતા ભારત સરકારને લુખ્ખી ધમકી આપવાની કુચેષ્ટા કરી છે!


“...તો દિલ્હી-NCRમાં અંધારપટ છવાઈ જશે!”

“...તો દિલ્હી-NCRમાં અંધારપટ છવાઈ જશે!”

કેનેડામાં બેઠા બેઠા ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહેલો ગુરુપતવંતસિંહ પન્નૂ ‘સીખ ફોર જસ્ટિસ’ નામનું સ્નાગ્થ્ન ચલાવે છે. પરંતુ એનો મૂળ હેતુ ખાલિસ્તાન ચળવળને નામે આતંકવાદને પ્રોત્સાહન આપવાનો અને ભારતના ટુકડા કરવાનો છે. આ લોકો પંજાબને ભારતથી અલગ કરીને ‘ખાલિસ્તાન’ નામે નવો દેશ બનાવવા માંગે છે. પોતાની જાતને ‘સીખ ફોર જસ્ટિસ’ સંગઠનનો પ્રમુખ અને લીગલ એડવાઈઝર ગણાવનાર પન્નૂ મીડિયાને મોકલેલા મેસેજમાં ધમકી આપતા કહે છે કે, “જો ભારત સરકાર અમુતપાલ સિંહ સામે કોઈ પગલા ભરશે અથવા પંજાબમાં કોઈ એક્શન લેશે, તો અમે દિલ્હીનું પાવર હાઉસ બંધ કરીને દિલ્હી-એનસીઆરમાં અંધારપટ કરી દેશું! અને જો અમે એવું કરીશું, તો એના માટે કેન્દ્રિય ગૃહમંત્રી અને વડાપ્રધાન જવાબદાર ગણાશે!”


પાક્કો ભારત વિરોધી છે પન્નૂ

પાક્કો ભારત વિરોધી છે પન્નૂ

આ ગુરુપતવંતસિંહ પન્નૂ પાક્કો ભારત વિરોધી છે, જે ભારતથી દૂર કેનેડામાં રહીને ભારત વિરોધી દોસીસંચાર કરતો રહે છે. ભારતમાં કિસાન આંદોલન ચાલતું હતું, એ સમયે પન્નૂએ લાલ કિલ્લા પર જઈને ભારતીય તિરંગાને બદલે ખાલિસ્તાનનો ઝંડો લહેરાવી આવનારને મોટું ઇનામ આપવાની ઘોષણા કરેલી! સીબીઆઈ કોશિષ કરી રહી છે કે ઇન્ટરપોલ પન્નૂ સામે રેડ કોર્નર નોટીસ જાહેર કરે, જેથી પન્નૂને પ્રત્યાર્પણ દ્વારા કેનેડાથી ભારત લાવીને એની ધરપકડ કરી શકાય. પરંતુ પૂરતા પુરાવાને અભાવે એ શક્ય નથી બની રહ્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top