Breaking: મોદી કેબિનેટમાં મોટો ફેરફાર! કિરણ રિજજુ પાસેથી કાયદા મંત્રાલય લઇ લેવાયું! અર્જુનરામ મ

Breaking: મોદી કેબિનેટમાં મોટો ફેરફાર! કિરણ રિજજુ પાસેથી કાયદા મંત્રાલય લઇ લેવાયું! અર્જુનરામ મેઘવાળ નવા કાયદામંત્રી

05/18/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

Breaking: મોદી કેબિનેટમાં મોટો ફેરફાર! કિરણ રિજજુ પાસેથી કાયદા મંત્રાલય લઇ લેવાયું! અર્જુનરામ મ

Reshuffle in Modi cabinet: મોદી સરકારે કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. જેને લીધે રાજધાનીમાં ચર્ચાઓ ચાલી નીકળી છે. છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં રહેલ કાયદામંત્રી કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે.


કોલેજિયમ સાથેનો ટકરાવ નડી ગયો?

કોલેજિયમ સાથેનો ટકરાવ નડી ગયો?

કેન્દ્રીય કેબિનેટ મંત્રી કિરેન રિજિજુના મંત્રાલયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમના સ્થાને અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (Minister of Earth Sciences) સોંપવામાં આવ્યું છે. અર્જુન રામ મેઘવાલને કાયદા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા છે. પીએમ મોદીની કેબિનેટમાં આ મોટો ફેરફાર છે. કિરેન રિજિજુ અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. કાયદા મંત્રીના આ વર્તનથી સુપ્રીમ કોર્ટ પણ નારાજ હતી. કિરેન રિજિજુએ મંત્રાલય બદલ્યા બાદ તરત જ તેમનું ટ્વિટર બાયો બદલ્યું છે.

કિરણ રિજિજુએ વારંવાર કહ્યું હતું કે ન્યાયાધીશોની પસંદગી કોલેજિયમ દ્વારા થવી જોઈએ નહીં. જ્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ન્યાયાધીશોની નિમણૂક માટે આનાથી સારો રસ્તો હોઈ શકે નહીં. ત્યારે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે ઘણા દેશોમાં આવી જ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. સૌરભ કૃપાલનો મામલો સામે આવતાં સૌપ્રથમ વખત બંને વચ્ચે તણાવ ખુલ્લેઆમ સામે આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા સૌરભ ક્રિપાલને દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ કાયદા મંત્રાલયે તેમની ફાઇલને મંજૂરી આપી ન હતી. સૌરભ ક્રિપાલ ગે છે પરંતુ તેણે આ વાત ક્યારેય છુપાવી નથી.


કપિલ સિબ્બલનો કાતિલ કટાક્ષ

કપિલ સિબ્બલનો કાતિલ કટાક્ષ

આ દરમિયાન કોંગ્રેસના નેતા અને સુપ્રિમકોર્ટના વકીલ એવા કપિલ સિબ્બલે કિરેન રિજજુને દાઝ્યા પર ડામ આપતી હોય એવો કાતિલ કટાક્ષ કરતી ટ્વિટ કરી હતી. રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ટોણો મારતા કહ્યું કે, “રિજિજુ હવે કાયદા મંત્રી નથી. તેઓ હવે પૃથ્વી વિજ્ઞાન મંત્રી છે. કાયદા પાછળનું વિજ્ઞાન સમજવું સરળ નથી. હવે આપણે વિજ્ઞાનના નિયમો સાથે લડવાનો પ્રયત્ન કરીશું. તમને શુભેચ્છાઓ મિત્ર!”


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top