સગી મામીએ જ ભાણેજ સાથે કરી લીધા ‘લેસ્બિયન મેરેજ’! મામીએ કહ્યું કે અમે બંને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજા સાથે...
અમે બંને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજા સાથે...
આજકાલ LGBTQ સમુદાય વિષે ઘણી વાતો થઇ રહી છે. પહેલા આ સમાજના લોકોને ધુત્કારવામાં આવતા અને હાંસીનું પાત્ર બનાવવામાં આવતા. પરંતુ લોકોમાં જાગૃતિ વધતા એમનો સામાજિક સ્વીકાર થવા માંડ્યો છે. જો કે સિક્કાની બીજી બાજુ જોઈએ તો ક્યાંક ક્યાંક લેસ્બિયન અને ગે સંબંધો તરફ વધુને વધુ લોકો આકર્ષિત થતા કેટલાયના લગ્ન જીવન તૂટીને બરબાદ થઇ રહ્યા છે. તાજેતરમાં આવા બે કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જે પૈકી એકમાં મામીએ પોતાની જ સગી ભાણેજ સાથે ‘લેસ્બિયન મેરેજ’ કરી લીધા છે!
ગોપાલગંજમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. ત્યાં મામી અને ભાણેજે એકબીજા સાથે લગ્ન કર્યા, ત્યારબાદ આ લગ્નની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. લગ્નના સમાચાર મળતાની સાથે જ આ અનોખા લગ્નને જોવા અને કવર કરવા માટે યુટ્યુબર્સની ભીડ એકઠી થઈ ગઈ હતી. મામી અને ભાણેજે પહેલા એકબીજાને હાર પહેરાવ્યા, સાત ફેરા લીધા અને પછી એકબીજા સાથે જીવવા-મરવાના શપથ લીધા. આ લગ્ન સોમવારે કુચાયકોટ પોલીસ સ્ટેશનના સાસામુસા રેલવે સ્ટેશન પાસેના દુર્ગા મંદિરમાં થયા હતા.
કુચાયાકોટના બેલવા ગામની શોભા કુમારીએ સોમવારે પોતાની ભાણેજ સુમન કુમારી સાથે ઔપચારિક રીતે લગ્ન કર્યા. મામી શોભા કુમારીએ જણાવ્યું કે તેઓ છેલ્લા 3 વર્ષથી પોતાની ભાણેજ સાથે પ્રેમમાં હતા અને આ પછી તેઓએ આજે એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
ભાણેજ સુમને એમ પણ કહ્યું કે તેની મામી તેને ક્યારેય છોડશે નહીં. બંને જીવનભર એકબીજાની સાથે રહેશે અને હવે તેમને આ બંધનથી કોઈ અલગ નહીં કરી શકે. મામી અને ભાણેજના આ અનોખા લગ્નની ગોપાલગંજમાં ઘણી ચર્ચા છે.
બિહારના જમુઈમાં પણ બે મહિલાઓના લગ્નનો મામલો સામે આવ્યો છે. બંને પરણિત મહિલાઓ એકબીજાના પ્રેમમાં પડી ગઈ અને તેમનો જુસ્સો એટલો વધી ગયો કે તેઓએ પોતાના પતિ અને બાળકોને છોડીને એકબીજા સાથે લગ્ન કરી લીધા. આ પછી બંનેએ ઘરેથી ભાગી જવાની યોજના શરૂ કરી. જોકે, પરિવારજનોને આ માહિતી મળ્યા બાદ ડાયલ-112 પર જાણ કરવામાં આવી હતી. પોલીસે બંને મહિલાઓને મહિલા પોલીસ સ્ટેશનને હવાલે કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp