લૉ કમિશને પોતાના રિપોર્ટમાં કેન્દ્રને કહ્યું- યૌન સંબંધો માટેની ઉંમરમાં બદલાવ કરવું..
લૉ કમિશન (Law Commission)એ કેન્દ્ર સરકારને સહમતિથી શારીરિક સંબંધ બનાવવાની ઉંમર ઓછી કરવાને લઈને સૂચન આપ્યું છે. લૉ કમિશન (વિધિ આયોગ)એ સૂચન આપ્યું કે યૌન સંબંધો માટે સહમતિની ઉંમરમાં બદલાવ ન કરવામાં આવે. તેનાથી બાળલગ્ન અને બાળ તસ્કરી વિરુદ્ધ લડાઈ પર નેગેટિવ અસર પડશે. અત્યારે દેશમાં સહમતિની ઉંમર 18 વર્ષ છે. POCSO એક્ટ હેઠળ શારીરિક સંબંધો માટે સહમતિની ઉંમર પર લૉ કમિશને કાયદા મંત્રાલયને પોતાના રિપોર્ટમાં કહ્યું કે, 16-18 વર્ષની ઉંમરના કિશોરો તરફથી મૌન સ્વીકૃતિથી જોડાયેલા મામલાની સ્થિતિને સુધાવરા માટે સંશોધનોની જરૂરિયાત છે.
લૉ કમિશનના જણાવ્યા મુજબ, શારીરિક સંબંધ માટે સહમતિની ઉંમર ઓછી કરવાથી બાળલગ્ન અને બાળ તસ્કરી વિરુદ્ધ લડાઈ પર સીધી અને નકારાત્મક અસર પડશે. એટલું જ નહીં, કમિશને 16-18 વર્ષની ઉંમરના કિશોરોની મૌન સ્વીકૃતિ સાથે જોડાયેલા POCSO કેસોમાં સજા માટે ન્યાયિક વિવેક લાગૂ કરવાનું સૂચન આપ્યું છે.
આયોગે કોર્ટોને એ કેસોમાં સાવધાની રાખવાની સલાહ આપી, જ્યાં એ જાણવા મળે કે કિશોરાવસ્થામાં પ્રેમને નિયંત્રિત નહીં કરી શકાય અને ગુનાહિત ઇરાદો નહીં હોય. વિધિ આયોગે કહ્યું કે, POCSO અધિનિયમ હેઠળ શારીરિક સંબંધ માટે સહમતિની હાલની ઉંમર સાથે ફેરબદલ કરવું સારું નથી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડે સંસદને POCSO અધિનિયમ હેઠળ સહમતિથી ઉંમર સંબંધિત વધતી ચિંતાઓ દૂર કરવાનો આગ્રહ કર્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, તેમાં કોઈ શંકા નથી કે તમે જાણો છો કે POCSO એક્ટ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોની પણ સેક્સુઅલ એક્ટિવિટીને ગુનો માને છે ભલે તેના માટે બે સગીરો વચ્ચે સહમતિ હોય કે નહીં. એક જજના રૂપમાં મારા કાર્યકાળમાં મેં જોયું કે આ પ્રકારના કેસો જજો સામે મુશ્કેલીના સવાલ ઊભા કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp