લતા મંગેશકર કોરોના સંક્રમિત, ICU માં દાખલ કરાયા

લતા મંગેશકર કોરોના સંક્રમિત, ICU માં દાખલ કરાયા

01/11/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

લતા મંગેશકર કોરોના સંક્રમિત, ICU માં દાખલ કરાયા

નેશનલ ડેસ્ક: મહાન ગાયિકા ભારત રત્ન લતા મંગેશકર કોરોના સંક્રમિત થયા છે. તેમને હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલનાં ICU માં દાખલ કરવામાં આવ્યા છે. 

લતા મંગેશકરની ભત્રીજી રચનાએ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં અ વાતની પુષ્ટિ કરી છે. જોકે, રાહતની વાત એ છે કે લતા મંગેશકરમાં કોરોનાનાં હળવા લક્ષણો છે. પરંતુ તેમની ઉંમરને જોતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ લતા મંગેશકરની ઉંમર 92 વર્ષની છે. 

લતા મંગેશકરની તબિયતની જણકારી આપતા રચનાએ કહ્યું કે, ‘હાલ તેમની તબિયત સારી છે અને તેમની ઉંમરને જોતા સાવચેતીના ભાગરૂપે ICU માં દાખલ કરવામાં આવ્યા છે. ગોપનિયતા જાળવવા અને તેમના માટે પ્રાર્થના કરવા વિનંતી છે.’

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે અને કેસ ફરી તેજ ગતિએ વધી રહ્યા છે. ખાસ કરીને પાટનગર મુંબઈ તેમજ નાગપુર અને પુણે જેવા મોટા શહેરોમાં વધુ અસર જોવા મળી રહી છે. જોકે, રસીકરણ સારા પ્રમાણમાં થયું હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ થનારા કે ઓક્સિજનની જરૂર પડી હોય તેવા દર્દીઓની સંખ્યા ઓછી છે. 

સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાનાં નવા 33,470 કેસ નોંધાયા હતા તો આઠ લોકોનાં કોરોનાના કારણે મોત થયા હતા. કુલ કેસમાંથી 13,648 કેસ માત્ર મુંબઈમાં નોંધાયા હતા. જ્યારે પાંચ લોકોનાં મૃત્યુ થયા હતા. 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top