મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર! LPG સિલિન્ડરના ભાવમાં આવ્યો નોંઘપાત્ર ઘટાડો, જાણો કેટલા ભાવ ઘટ્યા

મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર! LPG સિલિન્ડરના ભાવમાં આવ્યો નોંઘપાત્ર ઘટાડો, જાણો કેટલા ભાવ ઘટ્યા

11/01/2022 National

SidhiKhabar

SidhiKhabar

મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર! LPG સિલિન્ડરના ભાવમાં આવ્યો નોંઘપાત્ર ઘટાડો, જાણો કેટલા ભાવ ઘટ્યા

નેશનલ ડેસ્ક : વધતી મોંઘવારી વચ્ચે નવેમ્બરની પહેલી તારીખે રાહતના સમાચાર આવ્યા છે. કોમર્શિયલ એલપીજીના બાટલાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. નવા ભાવ તત્કાળ પ્રભાવથી લાગૂ કરવામાં આવ્યા છે. બધુ મળીને જૂન મહિનાથી અત્યાર સુધીમાં 19 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં 610 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે.


જાણો નવા ભાવ કેટલા હશે

જાણો નવા ભાવ કેટલા હશે

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 115.50 રૂપિયાનો ઘટાડો થયો છે. 19 કિલોના ઈન્ડેન એલપીજી સિલિન્ડરનો નવો ભાવ હવે 1744 રૂપિયા છે. પહેલા તેનો ભાવ 1859.5 રૂપિયા હતો. કોલકાતામાં આ સિલિન્ડરનો ભાવ 1846 રૂપિયા થશે પહેલા તેનો  ભાવ 1995.50 રૂપિયા હતો. મુંબઈમાં નવો ભાવ 1696 રૂપિયા થયો જે પહેલા 1844 રૂપિયા હતો. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ હવે 1893 રૂપિયા થયો છે જે પહેલા 2009.50 રૂપિયા હતો.


ઘરેલુ ગેસનો શું ભાવ?

ઘરેલુ ગેસનો શું ભાવ?

ઘરમાં વપરાતા 14.2 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં 6 જુલાઈથી કોઈ ફેરફાર કરાયો નથી. દિલ્હીમાં રાંધણ ગેસનો બાટલ 1053 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા, ચેન્નાઈમાં 1068.50 રૂપિયા અને મુંબઈમાં 1052 રૂપિયે મળી રહ્યો છે. ભારતની ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના લેટેસ્ટ ભાવ જાહેર કરે છે. કોમર્શિયલ ગેસના બાટલા હોટલો, ખાણી પીણીની દુકાનોમાં વપરાતા હોય છે. જેથી હવે વેપારીઓને મોટી રાહત મળશે. અત્રે જણાવવાનું કે એક ઓક્ટોબરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 25.5 રૂપિયાનો ઘટાડો થયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top