LSGના માલિક, સંજીવ ગોએનકાએ તિરુપતિ બાલાજી મંદિરમાં ચઢાવ્યું કરોડોનું સોનું, કિંમત જાણીને ચોંકી જશો; જુઓ વીડિયો
Sanjiv Goenka: જ્યારે કોઈ ભક્ત પોતાના ભગવાન પર વિશ્વાસ કરે છે, ત્યારે તે બધું જ બલિદાન આપવા તૈયાર થઈ જાય છે. કોલકાતાના એક શ્રદ્ધાળુએ પોતાના ભગવાનને કરોડોના સોનાના દાગીના દાનમાં આપ્યા છે. મંદિર પરિસરમાં આ દાનવીર ખૂબ ઘણી ચર્ચા થઈ રહી છે. આ દાનવીર કોઈ બીજું નહીં, પરંતુ IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના માલિક સંજીવ ગોએનકા છે. આ સીઝનમાં LSG ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ 11 મેચમાંથી માત્ર 5 મેચ જીતી શકી છે, જ્યારે 6 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.
સંજીવ ગોયેનકાએ શુક્રવારે ભગવાન વેંકટેશ્વર મંદિરમાં 3.63 કરોડ રૂપિયાના સોનાના દાગીનાનું દાન કર્યું. તેમણે 3.63 કરોડ રૂપિયાના 5.2 કિલો હીરા અને રત્ન જડિત દાગીના દાન કર્યા છે. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર મંદિરમાં દર્શન કરવાની તસવીરો પણ શેર કર્યા છે.
Truly blessed to have a divine darshan at Tirupati Devasthanam today. pic.twitter.com/qgkngvJBrx — Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) May 16, 2025
Truly blessed to have a divine darshan at Tirupati Devasthanam today. pic.twitter.com/qgkngvJBrx
ભગવાન વેન્કટેશ્વર મંદિર આંધ્ર પ્રદેશના તિરુમાલામાં આવેલું છે અને તેને તિરુપતિ બાલાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુના અવતાર વેન્કટેશ્વરને સમર્પિત છે અને ભારતના મુખ્ય તીર્થસ્થળોમાંથી એક છે. આ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પર્વતો પર આવેલું છે.
🚨Sanjiv Goenka DONATES gold worth ₹3️⃣.6️⃣3️⃣ cr to Tirupati Tirumala🛕 pic.twitter.com/42xbUaSKZc — Manobala Vijayabalan (@ManobalaV) May 16, 2025
🚨Sanjiv Goenka DONATES gold worth ₹3️⃣.6️⃣3️⃣ cr to Tirupati Tirumala🛕 pic.twitter.com/42xbUaSKZc
દર વર્ષે લાખો ભક્તો આ મંદિરની મુલાકાત લે છે અને લોકો તેમની શ્રદ્ધા દર્શાવવા માટે મંદિરમાં દાન આપે છે. તિરુપતિ લાડુ પ્રસાદ મંદિરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને ભક્તોને આપવામાં આવે છે. આ મંદિરનું સંચાલન આંધ્ર પ્રદેશ સરકાર હેઠળના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા કરવામાં આવે છે.
મંદિર મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘શુક્રવારે તિરુમાલા ખાતે શ્રી વેન્કટેશ્વર સ્વામીને સોનાના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. આભૂષણ તિરુમાલાના રંગનાયકુલા મંડપમ ખાતે તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના અધિક કાર્યકારી અધિકારી વેન્કૈયા ચૌધરીને સોંપવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp