અમેરિકા : ફ્લોરિડામાં શબઘરોમાં જગ્યા ખૂટી પડી, 68 હોસ્પિટલોમાં માત્ર 2 દિવસ ચાલે તેટલો જ ઓક્સિજ

અમેરિકા : ફ્લોરિડામાં શબઘરોમાં જગ્યા ખૂટી પડી, 68 હોસ્પિટલોમાં માત્ર 2 દિવસ ચાલે તેટલો જ ઓક્સિજન!

08/27/2021 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકા : ફ્લોરિડામાં શબઘરોમાં જગ્યા ખૂટી પડી, 68 હોસ્પિટલોમાં માત્ર 2 દિવસ ચાલે તેટલો જ ઓક્સિજ

ફ્લોરિડા: અમેરિકામાં કોરોનાની એ જ સ્થિતિ ફરી નિર્માણ પામી છે, જે સ્થિતિ કોરોનાના શરૂઆતના સમયગાળામાં એટલે કે વર્ષ 2020 માં હતી. ખાસ કરીને ફ્લોરિડા વગેરે રાજ્યોમાં સ્થિતિ ખરાબ છે. જ્યાંની હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટી પડ્યો છે, વધતા મૃત્યુના કારણે શબઘરમાં જગ્યા ખૂટી પડી છે અને બીજી તરફ કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે.

ન્યુ-યોર્ક ટાઈમ્સના ડેટાબેઝ અનુસાર, ફ્લોરિડામાં ગત અઠવાડિયે કોરોનાના કારણે દૈનિક 200 થી વધુ મૃત્યુ નોંધાયા હતા. કોરોનાના દૈનિક કેસનો આંકડો 23 હજાર પર પહોંચ્યો છે, જે જાન્યુઆરીના પિક કરતા લગભગ 30 ટકા જેટલા વધુ છે. ફ્લોરિડામાં દરરોજ સરેરાશ 21,000 નવા કેસ, 17,000 હોસ્પિટલાઈઝેશન અને 200 મૃત્યુ નોંધાઈ રહ્યા છે. ગુરુવારે ફ્લોરિડામાં કુલ 16,550 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા.

એક રિપોર્ટ અનુસાર, ફ્લોરિડાની ડઝનબંધ હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો ખૂટી પડ્યો છે. બુધવારે ફ્લોરિડા હોસ્પિટલ એસોસિએશન દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જે અનુસાર, 68 હોસ્પિટલોમાં 48 કલાકથી ઓછો ઓક્સિજન બચ્યો છે. જ્યારે કેટલીક હોસ્પિટલોમાં માત્ર 36 કલાક ચાલે તેટલો ઓક્સિજન પુરવઠો છે.

બીજી તરફ, કોરોનાના કારણે વધતા મૃત્યુના કારણે શહેરની હોસ્પિટલોના શબઘર સંપૂર્ણ ભરાઈ ગયા છે. જેના કારણે મૃતદેહો રાખવા માટે રેફ્રીજરેટેડ કૂલરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફ્લોરિડાના ઓરેન્જ કાઉન્ટી વિસ્તારમાં આવેલ અને સૌથી મોટી હોસ્પિટલ સિસ્ટમનું સંચાલન કરનાર આરોગ્ય સંસ્થા એડવન્ટ હેલ્થ અનુસાર તેના શબઘર ભરાઈ ગયા છે અને તેથી કૂલરની મદદ લેવામાં આવી રહી છે. સંસ્થાએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, કૂલર પણ વધુ ઝડપથી ભરાઈ રહ્યા છે. પરંતુ તેમાં મૃતદેહો વધુ સમય સુધી રાખવા પડે તેમ છે, કારણ કે સ્મશાન ઘરોમાં પણ ક્ષમતા કરતા વધુ મૃતદેહો જઈ રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top