શેરબજારમાં 316 પોઈન્ટનો ઘટાડો, PSU બેંકમાં ઉછાળો
Stock Market Closing, 3rd October 2023: આજે શેર માર્કેટમાં ફરી એકવાર ઘટાડા સાથે મંદીનો માહોલ જોવા મળ્યો છે. શેર બજારમાં મુખ્ય ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. બીએસઇ સેન્સેક્સ આજે કારોબારી દિવસના અંતે 0.48 ટકાના ઘટાડા સાથે 316.31 પૉઇન્ટ ઘટીને 65,512.10 ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇ નિફ્ટી 0.56 ટકા ઘટીને 109.55 પૉઇન્ટ ઘટ્યો અને 19,528.75 ના સ્તરે બંધ રહ્યો હતો. આમ મુખ્ય બન્ને ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે માર્કેટમાં પીએસયુ બેન્કિંગ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ઓક્ટોબર 2023નું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. એનર્જી, બેન્કિંગ અને ઓટો શેરોમાં વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સંકેતોનું પણ બજાર પર દબાણ હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 316 પૉઈન્ટ ઘટીને 65,512 પૉઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 110 પોઈન્ટ ઘટીને 19,528 પૉઈન્ટ પર બંધ થયો હતો.
આજના કારોબારમાં એનર્જી સેક્ટરના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય ઓટો, બેન્કિંગ, ફાર્મા, એફએનસીજી, મેટલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે. જોકે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મીડિયા, રિયલ એસ્ટેટ અને સરકારી બેન્કોના સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ખરીદીને કારણે મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 12 વધ્યા અને 18 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 13 શૅર લાભ સાથે અને 37 શૅર નુકસાન સાથે બંધ થયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp