કપિલ શર્માએ શૉમાં કરી એવી મજાક કે રોષે ભરાઈ મેરી કોમ! બોલી- હું ગુસ્સો કરતી નથી, પણ..’

કપિલ શર્માએ શૉમાં કરી એવી મજાક કે રોષે ભરાઈ મેરી કોમ! બોલી- હું ગુસ્સો કરતી નથી, પણ..’

06/10/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

કપિલ શર્માએ શૉમાં કરી એવી મજાક કે રોષે ભરાઈ મેરી કોમ! બોલી- હું ગુસ્સો કરતી નથી, પણ..’

કોમેડી કિંગ કપિલ શર્માનો નેટફ્લિકસ શૉ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉ’ હાલના દિવસોમાં ખૂબ લાઇમલાઇટ મેળવી રહ્યો છે. ગયા શનિવારે શૉના એપિસોડમાં બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ સાથે સાઇના નેહવાલ અને સાનિયા મિર્ઝા મહેમાન તરીકે હાજર રહી. શૉમાં કપિલ શર્માએ બૉક્સિંગને લઈને કંઈક એવું કહી દીધું કે, જેના કારણે મેરી કોમ રોષે ભરાઈ ઉઠી. જો કે, કપિલે મામલો સાંભળતા મેરી કોમ પાસે તરત જ માફી માગી.


શું બોલ્યો કપિલ શર્મા

શું બોલ્યો કપિલ શર્મા

શૉમાં કપિલ શર્મા કહે છે કે જ્યારે હું ફિલ્મોમાં બોક્સિંગ જોઉ છું તો કોચ બોક્સરના મોઢામાં ડેન્ચર ગાર્ડ લગાવે છે. તેમના દાંતોની સેફટી માટે. હું વિચારતો હતો કે દરેક બોક્સર બોક્સિંગ અગાઉ પાન કેમ ખાય છે? મને ખૂબ સમય બાદ ખબર પડી કે એ શું છે? કપિલ શર્માની આ વાતો સાંભળીને મેરી કોમ હસી પડે છે, પરંતુ પછી તેના ચહેરાનું એક્સપ્રેશન તરત બદલાઈ જાય છે. એ જોઈને કપિલ શર્મા કહે છે ગુસ્સો ન કરતા.’


કપિલ શર્માના જોક્સ પર રોષે ભરાઈ મેરી કોમ:

કપિલ શર્માના જોક્સ પર રોષે ભરાઈ મેરી કોમ:

કપિલ શર્માને મેરી કોમ કહે છે કે, ‘હું ગુસ્સો કરતી નથી, પરંતુ હવે તમે ગુસ્સો આપવી રહ્યા છો ધીરે ધીરે, ક્યારથી તમે મારી ટાંગ ખેચી રહ્યા છો. એ દાંતોની સેફ્ટી માટે પહેરવામાં આવે છે અને આઈસ હોકીમાં પણ પહેરવામાં આવે છે. તમે માત્ર બૉક્સિંગની વાત કરી રહ્યા છો. એ સંભાળીને કપિલ શર્મા કહે છે માફ કરી દો, હું માત્ર મજાક કરી રહ્યો છું અને આ જ મારી રોજી રોટી છે. ત્યારબાદ મેરી કોમ શાંત થઈ જાય છે.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)


બાળપણમાં મેરીને લોન ટેનિસ રમવામાં હતી રુચિ:

બાળપણમાં મેરીને લોન ટેનિસ રમવામાં હતી રુચિ:

શૉમાં મેરી કોમે જણાવ્યું કે, બાળપણથી જ તેની સ્પોર્ટ્સમાં રુચિ હતી. હું લોન ટેનિસ કરવા માગતી હતી, પરંતુ ગરીબ ફેમિલીમાં જન્મ થયો. કંઇ પણ અફોર્ડ કરી શકતી નહોતી. હકીકતમાં હું બાળપણમાં લોન ટેનિસ રમવા માગતી હતી, પરંતુ ત્યાં મને કોઈ ગાઈડ કરનાર નહોતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top