Video: ગર્લ્સ હોસ્ટેલની ACમાં થયો બ્લાસ્ટ, બારીમાંથી કૂદતી દેખાઇ છોકરીઓ, જુઓ વીડિયો

Video: ગર્લ્સ હોસ્ટેલની ACમાં થયો બ્લાસ્ટ, બારીમાંથી કૂદતી દેખાઇ છોકરીઓ, જુઓ વીડિયો

03/29/2025 National

SidhiKhabar

SidhiKhabar

Video: ગર્લ્સ હોસ્ટેલની ACમાં થયો બ્લાસ્ટ, બારીમાંથી કૂદતી દેખાઇ છોકરીઓ, જુઓ વીડિયો

ગૌતમ બુદ્વ જિલ્લાના ગ્રેટર નોઇડા પોલીસ સ્ટેશન નોલેજ પાર્ક વિસ્તારમાં આવેલી ગર્લ્સ હૉસ્ટેલમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. ગુરુવારે સાંજે અહીં સ્થિત અન્નપૂર્ણા ગર્લ્સ હૉસ્ટેલમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે આખું કેમ્પસ ધુમાડાથી ભરાઈ ગયું હતું. ફાયર વિભાગની ટીમે અંદર ફસાયેલી 160 વિદ્યાર્થિનીઓને સુરક્ષિત રીતે બચાવી લીધી. લગભગ એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હોસ્ટેલમાં લગાવેલી ACનું કોમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હતી.


AC કમ્પ્રેશન ફાટવાથી આગ લાગી હતી

AC કમ્પ્રેશન ફાટવાથી આગ લાગી હતી

ગુરુવારે સાંજે ગ્રેટર નોઇડાના નોલેજ પાર્કમાં સ્થિત અન્નપૂર્ણા ગર્લ્સ હૉસ્ટેલમાં આગ લાગી હતી. ગુરુવારે સાંજે 5:25 વાગ્યે, હોસ્ટેલના બીજા માળે એક રૂમમાં ACનું કોમ્પ્રેસર ફાટવાથી આગ લાગી ગઇ હતી. આગને કારણે હોસ્ટેલમાં ધુમાડો ફેલાઈ ગયો. આનાથી વિદ્યાર્થિનીઓમાં ગભરાટ ફેલાઇ ગયો. બે વિદ્યાર્થિનીઓએ પોતાનો જીવ બચાવવા માટે બીજા માળેથી કૂદવાની હિંમત પણ કરી. આમાંથી એક વિદ્યાર્થિનીને સામાન્ય ઈજા થઈ છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


હોસ્ટેલમાં 160 વિદ્યાર્થિનીઓ હાજર હતી

હોસ્ટેલમાં 160 વિદ્યાર્થિનીઓ હાજર હતી

માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 2ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તેમણે અંદર ફસાયેલી 160 વિદ્યાર્થિનીઓને સીડીઓ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢી. લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, બે વિદ્યાર્થિનીઓ આગથી બચવા માટે બારીમાંથી નીચે આવતી જોવા મળે છે. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી.

ચીફ ફાયર ઓફિસર પ્રદીપ કુમાર ચૌબેએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે લગભગ 5:25 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી, ત્યારબાદ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગને કારણે હૉસ્ટેલમાં ઘણો ધુમાડો હતો, જેના કારણે ત્યાં હાજર છોકરીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હોસ્ટેલના બીજા માળે એક રૂમમાં લગાવેલા ACનું કોમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top