T20 WC: મોહમ્મદ શમીએ મેનેજમેન્ટ વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'જયારે હું ટીમની બહાર હતો ત્ય

T20 WC: મોહમ્મદ શમીએ મેનેજમેન્ટ વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'જયારે હું ટીમની બહાર હતો ત્યારે...'

11/03/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

T20 WC: મોહમ્મદ શમીએ મેનેજમેન્ટ વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'જયારે હું ટીમની બહાર હતો ત્ય

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને એક વર્ષ પછી T20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો મોકો મળ્યો પરંતુ તેણે પોતાની જાતને સારી રીતે સાબિત કરી. હાલમાં તે ટી20 વર્લ્ડ કપ-2022 માટે ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયામાં છે. શમીએ કહ્યું છે કે તે ટીમ ઈન્ડિયામાં ન હોવા છતાં હંમેશા માનસિક રીતે તૈયાર રહેતો હતો. તેણે એ પણ જણાવ્યું કે ટીમ મેનેજમેન્ટ અને તેમની વચ્ચે સારો સંવાદ હતો.


માત્ર ટેસ્ટ અને ODI રમશે

માત્ર ટેસ્ટ અને ODI રમશે

32 વર્ષીય શમીએ વર્લ્ડ કપ દરમિયાન UAEમાં છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી, ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે તે માત્ર ટેસ્ટ અને ODI રમશે. જસપ્રીત બુમરાહના ફ્રેક્ચર, દીપક ચહરની ઈજા અને યુવા ફાસ્ટ બોલર અવેશ ખાનના ખરાબ ફોર્મને કારણે ટીમ મેનેજમેન્ટે શમીને T20 વર્લ્ડ કપ માટે બોલાવવો પડ્યો હતો. શમીએ બાંગ્લાદેશ સામે પાંચ રનની જીત બાદ કહ્યું, 'બધું તૈયારી પર નિર્ભર છે. ટીમ મેનેજમેન્ટ હંમેશા તમને તૈયાર રહેવા માટે કહે છે.


પ્રેક્ટિસ ક્યારેય ચૂકશો નહીં

પ્રેક્ટિસ ક્યારેય ચૂકશો નહીં

શમીએ કહ્યું, 'જ્યારે ટીમને તમારી જરૂર પડશે, ત્યારે તમને બોલાવવામાં આવશે અને તે હંમેશા તમને કહેવામાં આવશે. જો તમે મારા વિડિયોઝ જોયા હોય, તો મેં ક્યારેય પ્રેક્ટિસ ચૂકી નથી. હું સતત પ્રેક્ટિસ કરી રહ્યો હતો.’ ઈંગ્લેન્ડ પ્રવાસથી ટીમની બહાર રહેલા શમીને દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. શમીએ કહ્યું, 'એક ફોર્મેટમાંથી બીજા ફોર્મેટમાં અનુકૂળ થવું હંમેશા સરળ નથી હોતું. તે તેના પર નિર્ભર કરે છે કે તમારો ટીમ સાથે કેટલો તાલમેલ છે.’ તેણે કહ્યું, ‘હું છેલ્લા T20 વર્લ્ડ કપ પછી T20 રમી રહ્યો છું અને તે સાચું છે કે ખેલાડીને આત્મવિશ્વાસની જરૂર હોય છે. આ સાથે પ્રેક્ટિસ કરતા રહેવું પણ જરૂરી છે.'


દબાણની ક્ષણોમાં શાંત રહેવું મહત્વપૂર્ણ

દબાણની ક્ષણોમાં શાંત રહેવું મહત્વપૂર્ણ

પ્રથમ ફેરફાર તરીકે બોલિંગ કરી રહેલા શમીએ કહ્યું, 'તમે તેને અનુભવ કહી શકો કે હું હંમેશા તૈયાર છું. મેં હંમેશા નવા બોલથી બોલિંગ કરી છે પરંતુ પ્રેક્ટિસમાં હું જૂના બોલથી બોલિંગ કરું છું. મેચની પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરવા માટે આત્મવિશ્વાસ જરૂરી છે. હું હંમેશા માનું છું કે તમારે તમારી કુશળતામાં વિશ્વાસ હોવો જોઈએ. દબાણની ક્ષણોમાં શાંત રહેવું મહત્વપૂર્ણ છે અને અનુભવ કામમાં આવે છે.” અર્શદીપ સિંહને છેલ્લી ઓવર આપવામાં આવી તે અંગે તેણે કહ્યું, “બાંગ્લાદેશને 20 રનની જરૂર હતી અને કેપ્ટને તેને (અર્શદીપ) પસંદ કર્યો કારણ કે તેના યોર્કર્સ યોગ્ય હતા. તેનો આત્મવિશ્વાસ પણ વધારવાનો હતો."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top