મોટાભાગના લોકો નથી જાણતા કે એસીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરાય, જેનાથી આપણે અને પર્યાવરણને પણ ફાય

મોટાભાગના લોકો નથી જાણતા કે એસીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરાય, જેનાથી આપણે અને પર્યાવરણને પણ ફાયદો થાય..!?

04/25/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

મોટાભાગના લોકો નથી જાણતા કે એસીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરાય, જેનાથી આપણે અને પર્યાવરણને પણ ફાય

ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં લોકો હવે એસી વગર રહી શકતા નથી. ગરમીનો પારો એટલો બધો વધી ગયો છે કે, લોકો માટે પંખો તો કોઈ કામમાં જ આવતો નથી. ત્યારે એસીના વધતા જતા ઉપયોગ વચ્ચે મોટાભાગના લોકો નથી જાણતા કે, હકીકતમાં એસીનું ટેમ્પરેચર કેટલું રાખવુ જોઈએ. જેનાથી એસીનો સારામાં સારી રીતે ઉપયોગ કરી શકાય.


ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં ગરમી સતત વધી રહી છે. પહેલા તો માત્ર મે મહિનો જ ગરમી રહેતી હતી, પરંતુ હવે તો માર્ચ મહિનાથી જ ગરમી શરૂ થઈ જાય છે. ગરમીનું પ્રમાણ વધતા એસીના ઉપયોગનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. આ એસીનો વપરાશ માનવો માટે પણ એટલો જ નુકસાનકારક છે. ત્યારે એર કન્ડિશનનો ઉપયોગ કેટલો અને ક્યારે કરવો જોઈએ તે વિશે લોકોએ જાણવું જરૂરી બની ગયું છે.


એસી ટેમ્પરેચર વિશે જરૂરી માહિતી

એસી ટેમ્પરેચર વિશે જરૂરી માહિતી

- એસીનું ટેમ્પરેચર 26 થી 28 ડિગ્રી રાખવું હિતાવહ છે. કારણ કે, તેનાથી ઓછું ટેમ્પરેચર રાખશો તો બહાર વધુ ગરમી ફેંકાશે. જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. ઉપરાંત શરીરમાંથી પરસેવો પડવો જરૂરી છે, તેથી એસીને 27 થી 30 ડિગ્રી તાપમાન પર રાખજો તો પરસેવો જરૂર પડશે. એસીમાં તરસ ઓછી લાગે છે, જો ટેમ્પરેચર ઓછું રાખશો તો તરસ પણ લાગશે.

- માઈનસ ડિગ્રીમાંથી ગરમીવાળી જગ્યાઓ પર જાઓ તો તેનાથી વિપરીત અસર થઈ શકે છે. આવામાં હીટસ્ટ્રોક થવાની શક્યતા વધી જાય છે. તેથી ઘર કે કારમાંથી તરત બહાર આવતા પહેલા એસી બંધ કરીને શરીરને થોડો સમય નોર્મલ વાતાવરણમાં સેટ કરો, પછી બહાર નીકળો.

- કારમાં એસીનો ઉપયોગ કરતા પહેલા બધા કાચ ખોલીને ગરમ હવા બહાર કાઢી લેવી. ત્યાર બાદ કારમાં 2 મિનિટ ફેન ચલાવો. તેના બાદ એસી ચાલુ કરવું. કારમાં માઈનસ ડિગ્રીમાં એસી ક્યારેય ચાલુ ન કરવું


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top