કેદારનાથ યાત્રા રુટ પર 14 ઘોડાઓનું રહસ્યમય મોત, ઉત્તરાખંડ સરકારે ઘોડા-ખચ્ચરોના ઉપયોગ પર લગાવી રોક
Kedarnath: ઉત્તરાખંડના પ્રખ્યાત યાત્રાધામ કેદારનાથ માર્ગ પર છેલ્લા 2 દિવસમાં 14 ઘોડા અને ખચ્ચરોનું એક રહસ્યમય બીમારીને કારણે મોત થઈ ગયું. ત્યારબાદ, સાવચેતીના પગલા તરીકે, રાજ્ય સરકારે ઘોડા અને ખચ્ચરના ઉપયોગ પર 24 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો છે. પશુપાલન વિભાગના સચિવ BVRCC પુરુષોત્તમે મંગળવારે જણાવ્યું હતું કે 4 મેના રોજ રૂટ પર 8 ઘોડા અને ખચ્ચર મરી ગયા હતા, જ્યારે બીજા દિવસે 6ના મોત થઈ ગયા. તેમણે કહ્યું કે કેન્દ્રના નિષ્ણાતોની એક ટીમ આટલી મોટી સંખ્યામાં પ્રાણીઓના મોત પાછળનું કારણ જાણવા માટે પ્રાણીઓની તપાસ કરવા આવશે.
અધિકારીએ જણાવ્યું કે, કોઈ બેક્ટેરિયલ ચેપ હોવાની આશંકા છે. હિમાલયના મંદિર સુધી યાત્રાળુઓને લઈ જવા માટે ઘોડા અને ખચ્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. પુરુષોત્તમે કહ્યું કે મને નથી લાગતું કે ઇક્વિન ઈન્ફલ્યૂએન્ઝા મોતનું કારણ છે, પરંતુ આ શક્યતાને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. મોતનું સાચું કારણ કેન્દ્રના નિષ્ણાતોની ટીમ દ્વારા તેમની તપાસ બાદ જ જાણી શકાશે. હાલમાં કેદારનાથ રૂટ પર ઘોડા અને ખચ્ચરના ઉપયોગ પર 24 કલાકનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
4 એપ્રિલના રોજ સૌપ્રથમ ઇક્વિન ઈન્ફલ્યૂએન્ઝાનો કેસ નોંધાયો હતો અને 30 એપ્રિલ સુધીમાં, 16000 ઘોડાઓના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી 152 ઘોડાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ RTPCR ટેસ્ટમાં તેમના સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.
જ્યારે 24 કલાકનો પ્રતિબંધ હટાવવામાં આવશે, ત્યારે માત્ર નેગેટિવ આવનારા ઘોડા અને ખચ્ચરને જ યાત્રા માર્ગ પર ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે, જે લોકો 15-16 દિવસના ચેપ બાદ બેક્ટેરિયલ ચેપમાંથી સ્વસ્થ થયા છે તેમને પણ મંજૂરી આપવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp