નાગા ચૈતન્ય-સામંથા રૂથ પ્રભુના છૂટાછેડા પર તેલંગાણાના મંત્રીએ એવું શું નિવેદન આપ્યું કે નાગાર્જૂન ગુસ્સે થઇ ગયા, કહી આ વાત
તેલંગાણાના વન મંત્રી કોંડા સુરેખાએ તાજેતરમાં નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુને લઇને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેને લઇને હવે વિવાદ વધી રહ્યો છે. કોંડા સુરેખાએ નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુના છૂટાછેડા માટે કે.ટી. રામારાવને જવાબદાર ઠેરવ્યા હતા. હવે નાગા ચૈતન્યના પિતા અને અભિનેતા નાગાર્જૂન અક્કીનેનીએ કોંડા સુરેખાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. રૂથ પ્રભુના છૂટાછેડા પર તેલુગુ સુપરસ્ટાર નાગાર્જૂન અક્કીનેની, કોંડા સુરેખા દ્વારા આપવામાં આવેલા નિવેદનો પર નાગા ચૈતન્ય અને સામંથા ગુસ્સે થયા હતા. નાગાર્જૂને X પર એક પોસ્ટ શેર કરતા સુરેખાના આરોપોને ખોટા ગણાવ્યા અને તેમને પોતાનું નિવેદન પાછું ખેંચવા કહ્યું.
પીઢ અભિનેતા નાગાર્જૂને X પર પોસ્ટ કરી કે, હું માનનીય મંત્રી શ્રીમતી કોંડા સુરેખાની ટિપ્પણીની સખત નિંદા કરું છું. તમારા વિરોધીઓની ટીકા કરવા માટે રાજકારણથી દૂર રહેતા ફિલ્મ સ્ટાર્સના જીવનનો ઉપયોગ કરશો નહીં. બધા લોકોની ગોપનીયતાનો આદર કરો. એક જવાબદાર હોદ્દા પર બેસેલા મહિલા તરીકે, અમારા પરિવાર સામે તમારી ટિપ્પણીઓ અને આક્ષેપો સંપૂર્ણપણે બિનજરૂરી અને ખોટા છે. હું તમને વિનંતી કરું છું કે તમે તરત જ તમારી ટિપ્પણીઓ પાછી ખેંચી લો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં સુરેખાએ આરોપ લગાવ્યો હતો કે નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુના છૂટાછેડા માટે કે.ટી. રામારાવ (KTR) જવાબદાર છે. કોંડા સુરેખાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, KTRના કારણે નાગા ચૈતન્ય અને સામંથા વચ્ચેના સંબંધ તૂટી ગયા છે. તેમને મહિલાઓ અને હીરોઇનોનું શોષણ કરવાની આદત છે. તેમણે ઘણી હીરોઇનોને ડ્રગ્સની લત લગાવી દીધી છે. તેમણે અંગત માહિતી મેળવવા માટે બંનેના ફોન પણ ટેપ કર્યા હતા. શું તેમના ઘરે માતા, બહેન અને પત્ની નથી?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp