NASAના વૈજ્ઞાનિકોને વાયુમંડળમાં એવું શું દેખાયું જેને જોઈને મુકાયા ચિંતામાં

NASAના વૈજ્ઞાનિકોને વાયુમંડળમાં એવું શું દેખાયું જેને જોઈને મુકાયા ચિંતામાં

07/09/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

NASAના વૈજ્ઞાનિકોને વાયુમંડળમાં એવું શું દેખાયું જેને જોઈને મુકાયા ચિંતામાં

લાંબા સમયથી સવાલ ઉઠી રહ્યો છે કે શું ધરતીના અસ્તિત્વ પર કોઈ જોખમ મંડરાઇ રહ્યું છે? તેને લઈને દુનિયામાં હજારો વૈજ્ઞાનિક શોધ કાર્યમાં લાગ્યા છે. આ શોધ કાર્ય દરમિયાન એવા એવા ખુલાસા થાય છે જેને જાણીને વૈજ્ઞાનિકો પણ ચિંતિત થઈ જાય છે. કંઈક એવું જ થયું છે NASAના વૈજ્ઞાનિકોની હાલની શોધમાં.


..તો દુનિયા તબાહ થઈ જશે

..તો દુનિયા તબાહ થઈ જશે

NASAએ વર્ષ 2018મા એક સેટેલાઇટ લોન્ચ કર્યું હતું. આ સેટેલાઇટનું નામ છે ગ્લોબલ સ્કેલ ઓબ્ઝર્વર ઓફ ધ લિંબ એન્ડ ડિસ્ક. તેને શોર્ટ ફોર્મમાં ગોલ્ડ કહેવામાં આવે છે. આ સેટેલાઇટે ધરતીના આઇનોસ્ફેરમા X અને C શેપના બે ટ્રક્ચર જોયા છે. આઇનોસ્ફેયર આપણાં વાયુ મંડળનો સૌથી બાહ્ય હિસ્સો છે અને તેમાં સૂર્યની કિરણોનો પ્રભાવ વધારે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ જે બે સ્ટ્રક્ચર દેખાયા છે એવા સ્ટ્રક્ચર ખૂબ ઓછા જોવા મળે છે. આઇનોસ્ફેયર જ આપણા વાયુમંડળનું એ લેયર છે જ્યાં રેડિયો તરંગો ટકરાઈને પાછા ધરતી પર આવે છે. એટલે કે આખી દુનિયામાં જે પણ સંચાર તંત્ર છે એ આઇનોસ્ફેયરથી જ સંચાલિત થાય છે. જો તેમાં કંઈ ગરબડી થઈ તો દુનિયા તબાહ થઈ જશે.


કોઈ પણ ડિસ્ટર્બન્સ વિના એવું સ્ટ્રક્ચર દેખાવું ચિંતાની વાત

કોઈ પણ ડિસ્ટર્બન્સ વિના એવું સ્ટ્રક્ચર દેખાવું ચિંતાની વાત

આ શોધને અંજામ આપનાર વૈજ્ઞાનિક ફજલુલ લસ્કરનું કહેવું છે કે તેમણે આ અગાઉ એવા સ્ટ્રક્ચર સામાન્ય રીતે જિયોમેગ્નેટિક ડિસ્ટર્બન્સના સમયે જોયા હતા, પરંતુ કોઈ પણ ડિસ્ટર્બન્સ વિના એવું સ્ટ્રક્ચર દેખાવું ચિંતાની વાત છે. એવી ઘટનાઓની સીધી અસર આપણી ધરતીના નીચલા વાતાવરણ પર પડશે અને તેનાથી કુલ મળીને ધરતીની વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે. જો કે અત્યારે સારી રીતે આ વાતો નહી કહી શકાય. એવામાં હવે આ સ્ટ્રક્ચર બનવા પાછળ કારણ જાણવું જરૂરી થઇ ગયું છે. તેના માટે આગળની શોધ શરૂ થઈ ગઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top