PNB Loan Fraud Case: PNB કૌભાંડના મામલે મોટી સફળતા, આ દેશમાં નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ

PNB Loan Fraud Case: PNB કૌભાંડના મામલે મોટી સફળતા, આ દેશમાં નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ

07/05/2025 National

SidhiKhabar

SidhiKhabar

PNB Loan Fraud Case: PNB કૌભાંડના મામલે મોટી સફળતા, આ દેશમાં નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ

Nehal Modi Arrested in US in Bank Fraud Case: નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં ભારતને વધુ એક આરોપી સામે મોટી સફળતા મળી છે. ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની સંયુક્ત અપીલ પર કાર્યવાહી કરતા અમેરિકના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે 4 જુલાઈ 2025ના રોજ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ કરી હતી. ભારત સરકારના પ્રત્યાર્પણ અનુરોધ હેઠળ નેહલ મોદીની ધરપકડ કરવામાં આવી છે. હવે અમેરિકામાં તેના પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.


નેહલ મોદી PNB કૌભાંડમાં વોન્ટેડ

નેહલ મોદી PNB કૌભાંડમાં વોન્ટેડ

અમેરિકન પ્રોસિક્યુશન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, નેહલ મોદી સામે 2 આરોપોના આધારે પ્રત્યાર્પણ પ્રક્રિયા ચાલી રહી છે. નેહલ મોદી ભારતના સૌથી મોટા બેંકિંગ કૌભાંડોમાંથી એક PNB કૌભાંડમાં વોન્ટેડ છે. તપાસ એજન્સીઓનો આરોપ છે કે તેણે પોતાના ભાઈ નીરવ મોદીને કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી છુપાવવામાં મદદ કરી હતી અને તેને શેલ કંપનીઓ અને વિદેશી લેવડ-દેવડ દ્વારા આમ તેમ કરી.


નીરવ મોદી પણ બ્રિટનમાં પ્રત્યર્પણની પ્રક્રિયાનો સામનો કરી રહ્યો છે

નીરવ મોદી પણ બ્રિટનમાં પ્રત્યર્પણની પ્રક્રિયાનો સામનો કરી રહ્યો છે

નીરવ મોદી પોતે હાલમાં બ્રિટનમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. નેહલ મોદીના પ્રત્યાર્પણ કેસની આગામી સુનાવણી 17 જુલાઈ 2025ના રોજ નક્કી કરવામાં આવી છે. જેમાં સ્ટેટસ કોન્ફરન્સ થશે. આ સુનાવણી દરમિયાન નેહલ મોદી જામીન માટે પણ અરજી કરી શકે છે, જેનો અમેરિકન પ્રોસિક્યુશન વિરોધ કરશે. આ ધરપકડ ભારતની તપાસ એજન્સીઓ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top