દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્રે કહ્યું – વ્હોટ્સએપ પોતાની ડિજિટલ ક્ષમતાનો દુરુપયોગ કરે છે

વ્હોટ્સએપ vs કેન્દ્ર : દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્રે કહ્યું – વ્હોટ્સએપ પોતાની ડિજિટલ ક્ષમતાનો દુરુપયોગ કરે છે

06/03/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્રે કહ્યું – વ્હોટ્સએપ પોતાની ડિજિટલ ક્ષમતાનો દુરુપયોગ કરે છે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના નવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટ પહોંચેલી વ્હોટ્સએપને હવે કેન્દ્રે જવાબ આપ્યો છે. હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કેન્દ્રે વ્હોટ્સએપ ઉપર આરોપ મૂકતા કહ્યું છે કે વ્હોટ્સએપ પોતાની ડિજિટલ ક્ષમતાનો દુરુપયોગ કરી રહ્યું છે. કેન્દ્રે કહ્યું કે વ્હોટ્સએપ પોતાની નવી પોલીસીને સ્વીકારી લેવા માટે યૂઝર્સ ઉપર દબાણ કરી રહી છે.

કેન્દ્ર સરકારે હાઇકોર્ટમાં કહ્યું કે, વ્હોટ્સએપ પોતાના યૂઝર્સને વારંવાર નોટિફિકેશન મોકલ્યા કરે છે જે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના 24 માર્ચ, 2021ના આદેશની વિરુદ્ધ છે. કેન્દ્રે હાઇકોર્ટ સમક્ષ માગણી કરી છે કે, તે વ્હોટ્સએપ દ્વારા નવી પ્રાઇવસી પોલીસી અંગે મોકલવામાં આવતા નોટિફિકેશનને લઈને વચગાળાનો નિર્દેશ કરે. આટલું જ નહીં, કેન્દ્ર સરકારે વ્હોટ્સએપ ઉપર તેની નવી પ્રાઈવસી પોલીસી યૂઝર્સના માથે પરાણે થાપવા માગે છે.

નોંધનીય છે કે વ્હોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસી ભારત સહિતના અનેક દેશોમાં 15 મેથી લાગૂ કરી દેવામાં આવી છે. આ નવી પોલીસી ઉપર સરકારે વાંધો વ્યક્ત કર્યો છે પરંતુ હજી સુધી વ્હોટ્સએપ દ્વારા આ પોલીસીમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. સરકારે હાઇકોર્ટમાં વ્હોટ્સએપની આ પોલીસી અંગે કહ્યું છે કે, કંપની પોતાની નવી પોલીસીને યૂઝર્સ ઉપર પરાણે નાખવા માગે છે અને તેઓ સ્વીકાર કરાવવા માટે જુદી જુદી યુક્તિ અપનાવી રહી છે.

કેન્દ્ર સરકાર તરફથી હાઈકોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે, વ્હોટ્સએપ પોતાની ડિજિટલ ક્ષમતાનો ખોટો ઉપયોગ કરીને યૂઝર્સને નવી પ્રાઇવસી પોલીસીનો સ્વીકાર કરવા માટે મજબુર કરી રહી છે. કેન્દ્રે કહ્યું કે, કે તે બહુ જ હોશિયારીથી ડેટા પ્રોટેક્શન બિલનો કાયદો બનવા પહેલાં જ પોતાની પોલીસી યૂઝર્સને સ્વીકારવા મજબુર કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top