Video: રાજસ્થાનના નવા CM બની રહ્યા છો ને? અધીર રંજન ચૌધરીએ બાલકનાથને પૂછ્યો સવાલ, જાણો શું મળ્ય

Video: રાજસ્થાનના નવા CM બની રહ્યા છો ને? અધીર રંજન ચૌધરીએ બાલકનાથને પૂછ્યો સવાલ, જાણો શું મળ્યો જવાબ

12/05/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: રાજસ્થાનના નવા CM બની રહ્યા છો ને? અધીર રંજન ચૌધરીએ બાલકનાથને પૂછ્યો સવાલ, જાણો શું મળ્ય

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમત તો હાંસલ કરી લીધું છે, પરંતુ ભાજપ હાઇકમાન તરફથી અત્યાર સુધી મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી નથી. જેને લઈને ચર્ચાઓનો બજાર ગરમ છે. આ ચર્ચામાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત ઘણા લોકોનું નામ મુખ્યમંત્રી બનવાની રેસમાં આવી રહ્યા છે. તેમાંથી એક નામ મહંત બાલકનાથનું નામ પણ છે. આ દરમિયાન સાંસદ પરિસરમાં સોમવારે સંસદના શિયાળું સત્ર દરમિયાન જ્યારે પરિસરમાં અધીર રંજન ચૌધરીએ મહંત બલકનાથને મળ્યા તો તેમણે મજાકીયા અંદાજમાં પૂછ્યું કે, 'રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બની રહ્યા છો ને?


બાલકનાથ માત્ર હસ્યાં અને આગળ વધી ગયા

બાલકનાથ માત્ર હસ્યાં અને આગળ વધી ગયા

અધીર રંજન ચૌધરીના સવાલ પર બાલકનાથ માત્ર હસ્યાં અને આગળ વધી ગયા. સાંસદ બાલકનાથને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તિજારા વિધાનસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ 6,600 કરતા વધુ મતોથી આ ચૂંટણીમાં જીત્યા છે. આ જીત બાદ બાલકનાથ દિલ્હી પહોંચ્યા હતા. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી લડનારા ભાજપના સાંસદ મહંત બાલકનાથનું નામ પણ મુખ્યમંત્રીની રેસમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તુલના કરતા તેમને રાજસ્થાનના યોગી કહેવામાં આવી રહ્યા છે. OBC વર્ગથી આવનારા મહંત બાલકનાથ મસ્તનાથ મઠના આઠમા મહંત છે. પાર્ટીએ બાલકનાથને તિજારા વિધાનસભા સીટથી ચૂંટણી લડાવી હતી. ચૂંટણી અગાઉ એક સર્વેમાં 13 ટકા લોકોએ મહંત બાલકનાથને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. મુખ્યમંત્રીની રેસમાં વસુંધરા બાદ બીજા નંબર પર મહંત બાલકનાથ જ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top